ધો. 1 થી 8 ના 9597 બાળકોએ અભ્યાસ પડતો મૂકયો: એલ.સી. લીધા બાદ અન્ય શાળામાં પ્રવેશ ન લીધો
રાજયની ભાજપ સરકાર છાશવારે એવો દાવો કરી રહી છે કે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયોનું પ્રમાણ ખુબ જ ઓછું છે શિક્ષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વર્ષ 2022-23 ના ડ્રોપ આઉટ રેશિયોના આંકડાઓ સામે આવ્યા છે. જે શિક્ષણ માટે ખુબ જ ચિંતાજનક અને આઘાતજનક છે. છેલ્લા એક વર્ષમાં રાજયના અલગ અલગ જિલ્લાઓમાં 19323 છાત્રોએ અઘ્ધ વચ્ચે જ અભ્યાસ છોડી દીધો છે.
કોઇ બાળકે અઘ્ધ વચ્ચે અભ્યાસ છોડયો ન પડે તે માટે રાજય સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ તેને ધારી સફળતા મળતી નથી. વર્ષ 2022-23 ના ડ્રોપ રેશિયોના આંકડા સામે આવ્યા છે. જે ખરેખર શિક્ષણ જગત માટે આઘાત જનક છે. 2022-23 માં 19323 વિદ્યાર્થીઓ અઘ્ધ વચ્ચે અભ્યાસ છોડવા માટે મજબુર બન્યા હતા. આ છાત્રાએ શાળામાંથી એલ.સી. લીધા બાદ અન્ય શાળામાં પ્રવેશ લીધો ન હતો. ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 9597 છાત્રોએ શાળા છોડી હતી.
આર.ટી.ઇ. ના 60856 ફોર્મને મંજુરીની મહોર
ગત રરમી એપ્રિલના રોજ આર.ટી.ઇ.ના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાની સાથે જ હવે ફોર્મની ચકાસણીની કામગીરી શરુ કરવામાં આવી છે. બે દિવસમાં મોટાભાગની અરજીઓ તપાસણી કરી લેવામાં આવી છે. આર.ટી.ઇ. હેઠળ ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે 96707 અરજીઓ મળી હતી. જે પૈકી 60856 અરજીઓને મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. 29 હજારથી વધુ અરજીઓ રદ કરી દેવામાં આવી છે. જયારે 7489 અરજીઓની તપાસણી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23 માં આઇ.ટી.ઇ. હેઠળ 71396 વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જયારે આ વર્ષ 83326 છાત્રોને પ્રવેશ આપવામાં આવશે.