મોરબીના બુટલગરે મંગાવ્યાનું ખુલ્યું: એલ.સી.બી.એ રૂ.19.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો
ધ્રાંગધ્રા-માલવણ ધોરી માર્ગે પર આવેલા પીપળી બોર્ડ સામે રામદેવદર્શન હોટલ પાસેથી બંધ બોડીના ટ્રકમાં પુઠામાં છુપાવેલો રૂ. 9.36 લાખની કિંમતનો દારૂ બીયરના જથ્થા સાથે ટ્રકના ચાલક સામે ઝડપી લઈ રૂ.19.49 લાખનો મુદામાલ કબ્જેકરી ટ્રક માલીક, દારૂનો જથ્થો મોકલનાર અને દારૂ મંગાવનાર મોરબીના શખ્સ સહિત ત્રણની શોધકોળ હાથ ધર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની એસ.પી. હરેશ દુધાતે આપેલી સુચનાને પગલે એલ.સી.બી. પી.આઈ. ચૌધરી સહિતના સ્ટાફે માલવણ ચોકડી પાસે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. ત્યારે જી.જે.8 જેડ 3999 નંબરનાં બંધ બોડીમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ અને જયેન્દ્રસિંંહને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે પીપળીબોર્ડ સામે રામદેવદર્શન હોટલ પાસે વોંચ ગોઠવી હતી.
વોચ દરમિયાન નિકળેલા બંધ બોડીના ટ્રકને અટકાવી તલાશી લેતા જેમાં પુઠામા છુપાવેલો રૂ. 9.36 લાખની કિંમતનો 2004 બોટલ વિદેશી દારૂ અને 1104 બીયરના ટીન સાથે ટ્રકના ચાલક ભેરારામ સગરામ પ્રજાપતિ નામના શખ્સની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા મેરારામ પ્રજાપતિની પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો બાડમેરના કેવલસિંગ બગનારસિંગ રાજપુત મોકલ્યો અને ટ્રકના માલીક લક્ષ્મણસિંહ તેમજ મોરબીના બુટલેગર મંગાવ્યું ખુલતા ત્રણેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.