ઔરંગાબાદના કરમાડ રેલવે સ્ટેશન પાસે માલગાડીની ઠોકરે ૧૬ શ્રમિકોના મોત
જાલનાથી ભુસાવળ જઈ રહેલા શ્રમિકો ટ્રેકની બાજુમાં ચાલીને જતા હતા ; થાકી જતા ટ્રેક પર સુઈ ગયા ; વહેલી સવારે માલગાડી હેઠળ ચગદાયા
મહારાષ્ટ્રના આરંગાબાદ નજીકના કરમાડ રેલવે સ્ટેશન પાસે આજે સવારે વહેલી સવારે રેલવે ટ્રેક પર સુતેલા જાલનાથી ભૂસાવડ જઈ રહેલા ૧૬ શ્રમિકોના માલગાડી હેઠળ આવી જવાથી મોત નિપજયા હતા અને બે શ્રમિકો ઘાયલ થયા હતા.
જાલનાથી કેટલાક શ્રમિકો ભુસાવળ જવા નીકળ્યા હતા આ શ્રમિકો રેલવે ટ્રેકની બાજુમાં ચાલતા જતા હતા રાત્રીનાં થાકી જતા શ્રમિકો પાટા પર જ સુઈ ગયા હતા જયારે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ કરમાડ પોલીસે જણાવ્યું કે, મજૂરો જાલનાથી ભૂસાવડ જઈ રહ્યા હતા મજૂર રેલવે ટ્રેકની બાજુમાં જ ચાલી રહ્યા હતા થાકી ગયા તો પાટા પર જ સૂઈ ગયા હતા શુક્રવારે સવારે પાંચ વાગ્યે તે ટ્રેનનાં સકંજામાં આવી ગયા હતા. મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે મજૂર એક સ્ટીલ ફેકટરીમાં કામ કરતા હતા.
રેલવે મંત્રાલયે જણાવ્યું કે, ઘટના બદનાપૂર અને કરનાડ સ્ટેશન વચ્ચેની છે. આ વિસ્તાર રેલવેના પરમણી , મનમાડ સેકશનમાં આવે છે. શુક્રવાર સવારે ઘણા મજૂરો રેલવે ટ્રેક પર સૂતા હતા. માલગાડીના ડ્રાઈવરે તેમને જોઈ લીધા હતા. બાવવાના પ્રયાસ પણ કર્યા, પણ દૂર્ઘટના બની ગઈ હતી. કેસની તપાસના આદેશ આપી દેવાયા છે.
- વડાપ્રધાને દુર્ઘટના અંગે દુ:ખ વ્યકત કર્યું
પીએમ મોદીએ દુ:ખ વ્યકત કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીક દુર્ઘટના દુ:ખ વ્યકત કર્યું છે. તેમણે રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે વાત કરી હતી સ્થિતિ પર નજર રાખવામાં આવી છે. દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.