પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના મામલે દિલ્લી હજુ દૂર
ગુજરાતનાં ગામડાઓમાં ઘરનાં ઘરનું સપનું સાકાર થતા હજુ વર્ષો નીકળી જશે. જી હા, હજુ દિલ્લી દૂર છે. ગુજરાત સરકાર છેલ્લા ૫ વર્ષથી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો લક્ષ્ય ચૂકી જાય છે. વર્ષો વર્ષ ટારગેટ સિધ્ધ કરવાની ક્ષમતા ઘટતી જાય છે. ૨૦૧૨-૧૩ કરતા અત્યારે પાંચમા ભાગનો ટારગેટ જ સિધ્ધ થાય છે.
પંચાયત, ‚રલ હાઉસીંગ અને ‚રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટના અધિકારીક રેકોર્ડ મુજબ ૪૦%થી ૫૦% જ લક્ષ્ય હાંસીલ થાય છે. ૨૦૧૬-૧૭માં પણ ‚રલ હાઉસીંગ યોજનાનો લક્ષ્યાંક પૂરો થયો ન હતો.
૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫માં પણ આજ હાલત હતી.