વોર્ડ નં.૧૧માં ભારતનગર-૧ પીપીપી આવાસ યોજનાનું લોકાર્પણ કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.૧૧ ભારત નગર સ્લમ વિસ્તાર માટે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આવસોનું લોકાર્પણ ભારત સરકારના પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે કરાયું હતું. કાર્યક્રમનાં અધય્ક્ષ સને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્તિ રહેશે. આ પ્રસંગે રાજ્યના પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, પૂર્વ શાસક પક્ષ નેતા રાજુભાઈ બોરીચા, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, બાંધકામ સમિતિ ચેરમને મુકેશભાઈ રાદડિયા, હાઉસીંગ કમિટી ચેરમેન કિરણબેન સોરઠીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકર, વોર્ડ પ્રભારી અશ્વિનભાઈ પાંભર , પ્રમુખ પ્રવીણભાઈ પાઘડાર, મહામંત્રી આયદાનભાઈ બોરીચા, સંજયભાઈ દવે તા ભારત નગરના આવ્સના લાર્ભાીઓ, વિસ્તારના રહેવાસીઓ વિગેરે ઉપસ્તિ રહ્યાં હતા.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા જણાવેલ હતું કે, મહાપાલિકા જયારે જયારે આવાસોના લોકાર્પણ કરે છે, ત્યારે ખુબ જ આનંદ ાય છે. ઝુંપડામાં રહેતા, ચોમાસામાં પાણી પડતું હોઈ, પોતાના ગણ્યો ગાથ્યો સામાન બગડતો હોઈ, એ વ્યા જોઈ હોઈ તેવા લોકોને આવા સુંદર આવસો મળે ત્યારે તેમના મનને શાંતિ અને બાળકોના સારા ઘરની કલ્પના પૂર્ણ તી હોય છે.
સરકાર દ્વારા આપવામાં આવેલ આવાસોમાં ોડા વર્ષો જતા ખુબ જ ગંદકી જોવા મળે છે. ત્યારે આજના લાર્ભાીઓ સ્વછતા ત્યાં પ્રભુતા, સ્વછતા ત્યાં લક્ષ્મીનો વાસ તે ધ્યાનમાં રાખી તમામ આવાસો સ્વચ્છ રાખવા અપીલ કરે છે.
આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ જણાવેલ હતું કે પહેલાના મકાન અને હવે તમારા અત્યારના મકાનો જોશો તો સુંદર, ગંદકી મુક્ત આવસો આપવામાં આવેલ છે. આવનાર પેઢી એટલે કે, તમારા બાળકોને આ મકાન ખુબજ ગમશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા બે જ વિચાર કરે છે. દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ કેમ ઉંચો આવે, તેનો કેમ વિકાસ ાય અને ભારત દેશ વિકાસના અનેક શિખરો શર કરે તેવા સંકલ્પ સો કામ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ખુબજ ટૂંકા ગાળામાં ગરીબ લક્ષી અનેક નિર્ણયો કરવામાં આવેલ છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની સરકાર છે. ભારત નગર સ્લમ વિસ્તાર માટે પી.પી.પી ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે રૂપિયા ૧૪.૫૭ કરોડના ખર્ચે ૧૦૫ આવસો બનાવવામાં આવેલ છે. આ આવ્સમાં બે બેડ રૂમ, હોલ, કિચન, ટોઇલેટ બ્લોક મળી ૩૬ ચો.મી. કાર્પેટની સુવિધા સહીતનો ફ્લેટ લાર્ભાીને વિના મુલ્યે આપવામાં આવશે. આ આવાસમાં બિલ્ડીંગની બહાર અને અંદર આકર્ષક કલર, ચાર લીફ્ટ, ફાયર સિસ્ટમ, અન્ડર ગ્રાઉન્ડ ઓવર હેડ અને ફાયરની પાણીની ટાંકી, મંદિર, બાળકો માટે પ્લે એરિયા, આંગણવાડી, વિશાળ પાર્કિંગ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ૫ દુકાનો વિગેરે સુવિધા આપવામાંઆવેલ છે.
આ પ્રસંગે શાશક પક્ષ પૂર્વ નેતા રાજુભાઈ બોરીચાએ ઉપસ્તિ સૌ મહાનુભાવોનું સ્વાગત કરેલ. જયારે હાઉસીંગ કમિટી ચેરમેન કિરણબેન સોરઠીયાએ પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. ઉપસ્તિ સૌ મહાનુભાવોના વરદ હસ્તે ટોકન રૂપે ૧૧ લાર્ભાીઓને ચાવી અર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ આભારવિધિ કરી હતી.