કાશ્મિરને ગુમાવવું ભારતને પરવડે તેમ નથી, આથી જ ભારત-અફઘાન સિક્સલેન કોરિડોરના નિર્માણથી પાકિસ્તાનને બાઇપાસ કરી વાયા કાશ્મિર પરીયોજના કાશ્મિરને અભિન્ન અંગનો દાવો મજબૂત કરી શકાય
વિશ્વ મુખપ્રક્ષેક બન્યાં સિવાય કશું નહીં કરી શકે પણ ભારતની ભૂમિકા જવાબદાર રાષ્ટ્ર તરીકે બની જશે
ભારતના લાંબાગાળાની રાજનીતીમાં અફઘાનની શાંતિને અપાયેલું મહત્વ
અફઘાન સાથે વેપાર-વ્યવહાર, કૃષિક્ષેત્રની તકો ઉપરાંત સંરક્ષણ રીતે પડોશી રાષ્ટ્ર પર ભારતની ચકોર નજર
અમેરિકાએ ઉચાંળા ભરી લેતાં અફઘાનના 85 ટકાથી વધુ વિસ્તારો પર તાલીબાનોનો કબ્જો : અફઘાનીઓનું જીવન દૌજક બનાવી દેશે
જગત જમાદાર અમેરિકાએ વર્ષો પછી અફઘાનીસ્તાનને તાલીબાનોના હવાલે મૂકી ચાલતી પકડી લેતાંની સાથે જ દેશના 80 ટકાથી વધુ વિસ્તારો પર તાલીબાનોએ કબ્જો જમાવી લઇ સરીયતના કાનૂનના નામે પ્રજાનું જીવન દૌજક બનાવી દીધું છે ત્યારે સમગ્ર દુનિયા માટે કાયમ ચિંતાનો વિષય રહેતા અફઘાનીસ્તાન વધુ એકવાર અંધકારમાં ધકેલાઇ ગયું છે અને જ્યાં સુધી ભારતને લાગેવળગે છે ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથવેળાં જોયેલું અફઘાનીસ્તાનનું સ્વપ્નું રોળાઇ જાય તેવા સંજોગો ઉભા થયાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના શપથવિધીમાં અફઘાનીસ્તાનના પ્રમુખને મુખ્ય અતિથિ તરીકે આમંત્રીત કર્યા હતાં. પાકિસ્તાનના નવાઝ શરીફ અને બ્રિટનના વડાપ્રધાનના બદલે અફઘાનીસ્તાનના રાષ્ટ્રપતિને મહત્વ આપીને વડાપ્રધાન મોદીએ ભારતની બદલાયેલી વિદેશનીતી અને ભારતના સર્વ ભૌમત્વની ખેવનાનો એક મેસેજ દુનિયાને આપ્યો હતો.
અફઘાનીસ્તાન ભારત માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે આઝાદી પહેલાં પણ સરહદીય સુરક્ષા અને મૈત્રી માટે અફઘાનીસ્તાન મહત્વનું રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ લાંબાગાળાની રણનીતીમાં અફઘાનનું જે સ્વપ્નું જોયું હતું તે ખૂબ જ મહત્વનું હતું. ભારતની લાંબાગાળાની રાજદ્વારી નીતીમાં ખૂબ જ ઓછો વિકાસ અને મોટા ભાગે આંતરિક વિગ્રહના કારણે પછાત રહેલાં અફઘાનીસ્તાનના વિકાસ અને રાજકીય સ્થિરતાને મહત્વ આપવામાં આવ્યું છે. અફઘાનીસ્તાનમાં ખનીજ ભંડારો, કૃષિ ક્ષેત્રેના વિકાસની તકો, વેપાર-ઉદ્યોગ માટે કાચો માલ અને વિકાસ માટેની તકો લઇને અફઘાનીસ્તાનના સંબંધો વેપારી અને રાજદ્વારી રીતે ભારત માટે લાભકારક છે અને સંરક્ષણની રીતે પણ ઉત્તર-પશ્ર્ચિમની સરહદોની સાથે સંકળાયેલાં અફઘાનીસ્તાનની દોસ્તી ભારત માટે ફાયદારૂપ બની શકે છે.
કાશ્મિરને ગૂમાવવું ભારતને પરવડે તેમ નથી ચીન અને પાકિસ્તાનના સરહદીય ચંચુપાત સામે અફઘાન ભારત માટે ઢાલ બની રહે. ભારત-અફઘાન કોરિડોરના નિર્માણથી પાકિસ્તાનને સાઇડ આઉટ કરી પાકિસ્તાનને સિક્સલેન રોડ પરિયોજના કાશ્મિર ભારતનું અભિન્ન અંગનો દાવો મજબૂત કરી શકે છે.
અત્યારે અમેરિકાએ અફઘાનને રેઢું મૂકી દેતાંની સાથે જ તાલીબાનોએ માથું ઉંચકી લીધુ છે ત્યારે અફઘાનની અંધાધૂધી નિશ્ર્ચિત બની છે તેવાં સંજોગોમાં ભારતના વિદેશમંત્રી દ્વારા વૈશ્ર્વિક પ્રવાસ આરંભી રશિયા, ચીન, અખાતના દેશો સાથે સંબંધોને જીવંત બનાવી અફઘાન મુદ્ે જરૂર પડ્યે ભારતની ભૂમિકાને અસરકારક બનાવવાની રણનીતી અમલ મૂકી છે. લાંબા ગાળે ભારતને કોઇ એક રાષ્ટ્ર પર નિર્ભર ન રહેવું પડે તે માટે રશિયા ઉપરાંત અન્ય દેશોની સાથે સાથે ચીનના સંબંધો પણ જળવાઇ રહે તેવા પ્રયાસો થઇ રહ્યાં છે.
અમેરિકાએ અફઘાનીસ્તાનમાં પગ રાખવા આતંકવાદના ખાત્માના નામે થાણુ ઉભું કર્યું અને 1 ટ્રીલીયન ડોલરનું નુકશાન અને હજારો સૈનિકોની ખુવારી જેવી અફઘાનીસ્તાનની ઘંટડી અમેરિકા પોતાના ગળેથી છોડાવવા રઘવાયું બન્યું હતું. આથી જ એક સમયે મુસ્લિમ રાષ્ટ્રોની નારાજગી ન આવી પડે તે માટે નરેન્દ્ર મોદીને વીજાસુધ્ધા આપવાની ના પાડનાર અમેરિકાને જ્યારે અફઘાન મુદ્ાના ઉકેલ માટે વડાપ્રધાન મોદીની ગ્રેઇવીટીનો અણસાર આવી જતાં અમેરિકાએ મોદી સાથે સંબંધો સુધારીને લાલ જાજમ પાથરી હતી.
અમેરિકાને એવો વિશ્વાસ હતો કે નરેન્દ્ર મોદી જ અફઘાન જેવા સંકટમાંથી છોડાવી શકશે. છેવટ જે થવાનું હતું તે થઇ ગયું અને અમેરિકાએ અફઘાનીસ્તાનમાંથી પોતાની પછેડી સંકેલી લેતાં જ તાલીબાનોએ માથુ ઉંચકીને 85 ટકા જેટલા વિસ્તાર સર કરી લીધું અને આવતાની સાથે જ મહિલાઓ માટે પુરૂષ વગર જાહેરમાં નીકળવા પર પ્રતિબંધ, ક્ધયા શાળાઓ બંધ કરાવાઇ અને પુરૂષોને ફરજીયાત દાઢી રાખવાની ફરજ કરીને જનજીવનને દૌજક બનાવી દીધું છે. બીજી તરફ તાલીબાની નેતાઓ હવે વૈશ્ર્વિક ધોરણે પોતાની સત્તાને માન્યતા મળે તે માટે નીકળી પડ્યા છે અને ટોચના ત્રણ નેતાઓ અને મોસ્કોમાં પત્રકાર પરિષદ યોજીને વિશ્ર્વને ચોંકાવી દીધું હતું.
ભારતના સર્વ ભૌમત્વ, સરહદીય સુરક્ષા અને આર્થિક રીતે ખૂબ જ લાભકારક રાષ્ટ્ર તરીકે અફઘાનીસ્તાનને મિત્ર બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્નું અનેક હેતૂ સિધ્ધ કરનારું ગણાય છે. અફઘાનીસ્તાનમાં જો લોકતાંત્રીક સરકાર અને ભારતનો પગ રહે તો સરહદી સુરક્ષા ઉપરાંત વેપાર-ઉદ્યોગ અફઘાનીસ્તાનની ખનીજ સંપતિ, કૃષિ પશુ-પાલનની આયાત, ટેકનોલોજી, ફૂડ, મશીનરીની નિકાસનો વેપાર ભારતના વૃધ્ધિદરને વધુ મજબૂત બનાવે.
ઉપરાંત પાકિસ્તાનના આતંકવાદીઓ, તાલીબાનોની ધરી ન રચાય અને ખાલીસ્તાની ઉગ્રવાદીઓને ભારત વિરોધી પ્રવૃતિઓને કોઇ તક ન મળે તે માટે અફઘાનીસ્તાનની આબાદી ભારત માટે જરૂરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનની મિત્રતા અને તેની આબાદીનું સ્વપ્નું જોયું હતું જે અત્યારે જોખમમાં મુકાઇ ગયું છે. અલબત્ત તેમ છતાં ભારતે અફઘાનીસ્તાનમાં પોતાની ભૂમિકા ઉભી કરવા માટેના રાજદ્વારી પ્રયાસો શરૂ કર્યા છે જોઇએ હવે સમય અને સંજોગો અફઘાનને ક્યાં રસ્તે લઇ જાય છે. અફઘાનની આ પરિસ્થિતિમાં સૌથી વધુ ચિંતા ભારત થાય તે સ્વભાવિક છે.