પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ માટે ઓનલાઈન ઓફલાઈનની બેવડી સવલત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈસ્ટ ઝોન ખાતે સ્માર્ટ ઘર-5 અને 6 (પાર્ટ)ના ઊઠજ-1 ના નિર્માણ પામેલ 590 આવાસો તથા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર વિસ્તારમાં ખાલી રહેલ 100 કઈંૠ પ્રકારના આવાસના ફોર્મ 22/08/2022 સુધી મેળવવા તથા પરત કરવાની મુદ્દત આપવામાં આવેલ. જે વિશેષ તા.23/08/2022થી 30/08/2022 સુધી ફોર્મ મેળવી  પરત  કરવાની સવલત આપી ઓનલાઈન પણ આવાસનું ફોર્મ ભરી શકાશે.

Screenshot 1 35

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈસ્ટ ઝોનમાં ભગવતીપરા મેઈન રોડ, જયપ્રકાશ નગરની બાજુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ સ્માર્ટ ઘર-5 અને 6 (પાર્ટ)ના ઊઠજ-1 પ્રકારના કુલ 590 આવાસ તથા રેલનગર વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ અગાઉ બનાવવામાં આવેલા અને હાલ ખાલી પડેલ 100 આવાસોનો લાભાર્થીઓ લાભ લઈ શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 22/08/2022 સુધી મેળવવા તથા પરત કરવાની મુદ્દત આપવામાં આવેલ. જે વિશેષ તા.23/08/2022થી 30/08/2022 સુધી ફોર્મ મેળવી શકશે અને વિગત ભરીને પરત કરી શકાશે.  ઈસ્ટ ઝોનમાં ભગવતીપરા મેઈનરોડ જય પ્રકાશ નગર આવાસની કિંમત રૂ.3 લાખ અને ફોર્મ સાથે રૂ. 3000 ડીપોઝીટ  કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.3.00 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

ઊઠજ-1 પ્રકારના આવાસમાં અંદાજીત 30.00 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં એક બેડરૂમ, એક હોલ, રસોડું,  વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.    મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસની કિંમત રૂ.8.50 લાખ અને ફોર્મ સાથે રૂ. 20,000 ડીપોઝીટ ભરવાની રહેશે.

કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.1.00 લાખ થી 2.50 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે. આ યોજનામાં હયાત આવાસ જે હાલતમાં છે તે જ હાલતમાં સ્વીકારવાના રહેશે. આ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં રહેતા લોકો જ આ આવાસ યોજનાના ફોર્મ ભરી શકશે.

મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસમાં અંદાજીત 45.00 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.   આવાસ યોજનાના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.100 રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.50 આપવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી સાંજે 03:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે 11:00 થી બપોરે 03:00 વાગ્યા સુધીનો રહેશે. રાજકોટ મહાનગર પાલિકાની ઠઠઠ. છખઈ. ૠઘટ.ઈંગ  વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.