ભારત સાથે સરહદ પરની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર અને નિયંત્રીત હોવાનો રાગ આલાપતુ ચીન

ભારત અને ચીન વચ્ચે સરહદ મુદ્દે તનાવ ઉભો થતાં અમેરિકાએ મધ્યસ્થિ થવાની તૈયારી દર્શાવી હતી. ટ્રમ્પે ગઈકાલે કહ્યું હતું કે, અમેરિકા મધ્યસ્થિ માટે સક્ષમ છે. અમેરિકાએ આ બાબતમાં ઝુકાવતા ચીન એકાએક ઠંડુ પડ્યું છે અને ભારત સાથે સરહદ પરની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર અને નિયંત્રીત હોવાનો રાગ ચીને આલાપયો છે.

ભારત અને ચીન વચ્ચે છેલ્લા પખવાડિયાથી વધુ સમયી લદ્દાખ અને સિક્કિમ સરહદે તંગદિલીપૂર્ણ વાતાવરણ છે. ખાસ કરીને લદ્દાખ સરહદે ચીન તેનું સૈન્યબળ વધારી રહ્યું છે તો ભારતે પણ ચીન જેટલું જ સૈન્યબળ વધારવાનો નિર્ણય કર્યો છે. બંને દેશો વચ્ચે સરહદે તંગદિલીના વાતાવરણ વચ્ચે હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે આ મુદ્દે દરમિયાનગીરી કરવાની દરખાસ્ત કરી છે અને પોતે તેના માટે સક્ષમ હોવાનો દાવો પણ કર્યો છે. આ નવા ઘટનાક્રમ વચ્ચે ચીને કહ્યું હતું કે લદ્દાખ સરહદે ભારત સાથે સ્થિતિ એકદમ શાંત અને નિયંત્રણ  હેઠળ છે. બંને દેશો પાસે વાટાઘાટો અને ચર્ચા કરીને વિવાદોનો ઉકેલ લાવવાનું યોગ્ય તંત્ર અને સંચાર માધ્યમ ઉપલબ્ધ છે. આ સો ચીને ટ્રમ્પની મધ્યસ્થિની ઓફર ફગાવી દીધી હોવાનું મનાય છે.

લદ્દાખ સરહદે ભારતીય હદમાં ભારત દ્વારા કરવામાં આવતા રસ્તો બનાવવાના કામ સામે ચીને વાંધો ઉઠાવ્યા પછી વિવાદ શરૂ યો હતો. બંને દેશોએ સરહદ પર જવાનોનું સંખ્યાબળ વધાર્યું હતું. બંને દેશના સૈનિકો વચ્ચે મારામારી અને પથરબાજી પણ થયા હતા. બીજીબાજુ ચીને લદ્દાખ સરહદે એરબેઝ વધાર્યો હોવાના અહેવાલો આવ્યા હતા. ભારતે પણ ચીન સાથે સંઘર્ષમાં કોઈ પીછે હઠ નહીં કરવાનો નિર્ણય કરતાં આર્મી ચીફ મનોજ મુકુંદ નરવાણેએ લદ્દાખના વિસ્તારની મુલાકાત લીધી હતી તેમજ વડાપ્રધાન મોદીએ સૈન્યની ત્રણે પાંખના વડાઓ તા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ચર્ચા કરી હતી.

ટ્રમ્પે અગાઉ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મધ્યસ્થી કરવા ત્રણી ચાર વખત દરખાસ્ત કરી હતી, પરંતુ દરેક વખતે ભારતે ટ્રમ્પની દરખાસ્ત ફગાવી દીધી હતી અને કહ્યું કે પાકિસ્તાન સો દ્વિપક્ષીય મુદ્દાઓનો ઉકેલ લાવવામાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકાની જરૂરની. અમેરિકાના એક વરિષ્ઠ રાજદૂતે ભારત સાથે સરહદ પર ચીન વારંવાર આક્રમક વલણ અપનાવીને રહયા સ્થિતિ બદલી રહ્યું હોવાનો આક્ષેપ મૂક્યાના એક સપ્તાહ પછી ટ્રમ્પે અનપેક્ષિત રીતે ભારત અને ચીન વચ્ચે મધ્યસ્તાની દરખાસ્ત કરી હતી.

દરમિયાન ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છતાં ચીનના વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે ભારત સાથે સરહદ પર સ્િિત સંપૂર્ણપણે સ્રિ અને નિયંત્રણ હેઠળ છે. બંને દેશો પાસે વિવાદોનો ઉકેલ લાવવા માટે વાતચીત અને સંચારમાધ્યમો ઉપલબ્ધ છે. જોકે, આ પહેલા અમેરિકા અને ભારત સહિત અનેક દેશો સો તણાવના આ સમયમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે ચીનના સૈન્યને યુદ્ધની તૈયારીના નિર્દેશ આપ્યા હતા, જેથી લદ્દાખમાં તેના સૈન્યની નિયુક્તિને આક્રમક પગલાં તરીકે જોવામાં આવે છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર સરહદ વિવાદ સંબંધિત મુદ્દાઓ પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. અમે બંને નેતાઓ વચ્ચે બનેલી મહત્વપૂર્ણ સમજૂતિઓનું કડકાઈી પાલન કરીએ છીએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે અનૌપચારિક બેઠકો પછી બંને દેશના સૈન્ય વચ્ચે પરસ્પર વિશ્વાસ પેદા કરવા માટે પગલાં લેવાના નિર્દેશોનો ઉલ્લેખ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.