મોદીજીની ગઉઅ-૨ એ જ્યારથી બીજીવાર સત્તાના સુત્ર સંભાળ્યા છે ત્યારથી અંખડ ભારત અને રાષ્ટ્રવાદના મામલે કદાચ પ્રસંશનીય કામગીરી કરી હશે. પરંતુ ઇકોનોમીના મામલે સરકાર પાંગળી પુરવાર થઇ છે.છેલ્લા ત્રણ મહિનામા સરકારે અર્થતંત્રને સીધા પાટે ચડાવવા ઘણા વાના કર્યા પણ સરકારની હાલત ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં જેવી થઇ છે. અખતરાઓ કર્યા બાદ છેલ્લા થોડા સમયગાળામાં દેશના ઇકોનોમિસ્ટોને ભારતની ઇકોનોમી માટે નવું આશા કિરણ દેખાયું છે. હાલનાં સંજોગોને અર્થશાસ્ત્રીઓ Early signs of recovery ગણાવી સૌ આગામી દિવસોાં હાલત સુધરશે કે નહી ચકાસવામાં પડ્યા છે. પરંતુ આ આશા નવો સુર્યોદય દેખાડે છે કે પછી ઠગારી નિવડશે તે અંગે હજુ કોઇ ચોક્કસ સંભાવના વ્યકત કરી શકતું નથી.
કરન્સીની પ્રવાહિતા, ઇકોનોમીની મુવમેન્ટ તથા લોકોની ખરિદશક્તિનાં સંકેત આપતા દેશની ઇકોનોમીને અસર કરતાં પરિબળો થોડા પોઝીટીવ દેખાયા છે. નવેમ્બર-૧૯ નામ એક મહિનામાં ભારતનાં ઍર ટ્રાફિકમાં ૧૧.૨ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે વર્ષ ૨૦૧૯ ની સૌથી વધુ ઝડપ છે. સામાન્ય રીતે ઍર ટ્રાફિકમાં વધારો પ્રવાસન કે વ્યવસાયિક કારણસર થાય અને આ બન્ને હેતુ દેશની ઇકોનોમી માટે સારા સંકેત આપે છૈ. કારણ કે આ બન્ને સેક્ટર બજારમાં નાણાની પ્રવાહિતા લાવે છૈ. આ ઉપરાંત નવેમ્બર-૧૯ માં મારૂતિએ ૧૩૯૧૩૩ વાહનો વેચ્યા છે જે માર્ચ-૧૯ પછી સૌથી વધારે છે. આમ તો પાછલા વર્ષની તુલનાએ મારૂતિનાં વેચાણમાં ૦.૮૪ ટકાનો ઘટાડો થયો છે. સામાન્ય રીતે વાહનોના વેચાણમાં વધારો પેટ્રોલ તથા ડિઝલનાં વપરાશમાં વધારો કરે છૈ જે સરવાળે નાણાને બજારમાં ફરતાં કરે છે. મતલબ કે બન્ને સેક્ટરની કંપનીઓ નબળાં સમયમાંથી બહાર આવી છે. આ અગાઉ એપ્રિલ થી સપ્ટેમ્બર-૧૯ નાં સમયગાળામાં વેચાણમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
આજ રીતે નવેમ્બર-૧૯ માં ફ્યુલની માગમાં ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છૈ. આ એક એવી જરૂરીયાત છે જેનો વપરાશ થવાનો જ છે. સામાન્ય રીતે દેશમાં કોઇ પેટ્રોલ કે ડિઝલનો સંગ્રહ કરતા નથી. કે આખા વર્ષ માટેનું ભરી રાખતા નથી. આ ઉપરાંત ડામરની માગમાં થયેલો વધારો દેશમાં રસ્તાનાં કામ આગળ વધી રહ્યા હોવાનો સંકેત આપે છે. જે દેશની માળખાકિય સુવિધાઓ વધારશે. રેલ્વેની ભાડાની આવક તથા કોલસાનાં ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છૈ. કદાચ આ જ કારણ છે કે મેરિલિન્ચે મારૂતિના શેરને ગ્રીન ઝોનમાં મુકીને તેના શેરનો ભાવ ૭૫૦૦ રૂપિયાની સપાટી વાળો વધીને ૮૬૦૦ રૂપિયા વટાવે તેવી ટિપ્સ આપવામાં આવી છે. બારક્લેના અર્થશાસ્ત્રીઓના દાવા પ્રમાણે કાચામાલની માગમાં ઘટાડો અને ઉત્પાદન ઘટ્યાનાં આંકડા જોઇને સૌ પરેશાન હતા પરંતુ હવે દિવસો બદલાઇ રહ્યા છે. ખાસ કરીને માઇનીંગ, નૂર-ભાડાં, વીજ ઉર્જા ઉત્પાદનમાં વધારો થઇ રહ્યો છે.
આમ છતાં FMCG અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં હજુ ખાસ મુવમેન્ટ જોવા મળતી નથી. ટુ-વ્હિલર અને ટ્ટ્રકનાં વેચાણ ઘટી રહ્યા છે. GDP છ વષના તળિયે છે તે સૌ જાણે છે. સરકારી ખર્ચ વધ્યો છે જ્યારે પ્રાઇવેટ કંપનીઓના વપરાશમાં ઘટાડો થયો છે. તેથી જ ઇકોનોમિસ્ટો હજુ મંદીના વાદળાં વિખેરાઇ રહ્યા હોવાનો સ્પષ્ટ દાવો કરી શકતા નથી.
આજના સંજોગોમાં સૌની મુંઝવણ એ છે કે હાલની મંદી સાયકલીક અર્થાત તેજી-મંદીની સાયકલનાં ભાગરૂપ છે કે આપણા માળખામાં કાંઇ સુધારા કરવાની આવશ્યકતા છે? મોદીજીના નારા પ્રમાણે ભારતને પાંચ ટ્રીલિયનની ઇકોનોમી બનાવવી હોય તો ૨૦૨૪ સુધી ૧૧ ટકાના દરે વિકાસ થવો જરૂરી છે. આ સાથે જ ફોરેન એક્સચેન્જ ડેપ્રિશિયેશન ૧.૦ થી ૧.૫ ટકાના દરે રહેવું જરૂરી છે. પરંતુ આજના સંજોગોમાં આવું કાંઇ દેખાતું નથીજો આ મંદી સાયકલીક હોય તો તે ટૂંકાગાળાની છે, જેના માટે સરકારી તિજોરી ઉપર બોજ વધારીને લોકોને રાહત આપવાનું શરૂ કરે તો તો લોકોમાં ફરી આત્મવિશ્વાસ આવે અને થોડા સમયમાં ગાડી પાટે ચડી જાય. જેના માટે હાલમાં સરકારે વિવિધ પ્રયોગો દ્વારા પ્રયાસો કર્યા છે. પરંતુ જો આ મંદી સ્ટ્રક્ચરલ હોય તો તમારે તામારા ઇકોનોમીના માળખામાં સુધારા કરવા પડે જે બહુ સાવચેતી વાળા અને જોખમી હોય છે. હાલમાં સરકાર બેંકિંગ, NBFC, તથા લિક્વીડીટીના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સાથે જ શેરબજાર, કૄષિ ઉત્પાદન અને નિકાસ તથા સર્વિસ સેક્ટરમાં થતા ફેરફારો પર સરકારને સુક્ષ્મ નજર રાખવી પડશે. નહીતર સરકારે ફેંકેલા પાસા પણ અવળાં સાબિત થઇ જશે.