તત્કાલીન મુખ્યમંત્રી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પહેલો કલાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાતમાં શરૂ કરાવી રાજયની ગરીમા વધારો 

આપણે સૌ આજે બદલાતા વાતાવરણની અસરો અનુભવી રહ્યાં છીએ. ક્યારેક અતિશય ઠંડી તો ક્યારેક અતિશય ગરમી અને ક્યારેક તો અસામાન્ય વરસાદ હવે સામાન્ય બનતા જઈ રહ્યાં છે. આપણે સૌ જાણીએ છીએ કે આ બધી સમસ્યાઓના મૂળમાં ગ્લોબલ વોર્મિંગ રહેલું છે. પોતાના સ્વાર્થ માટે મનુષ્યએ પર્યાવરણને ખૂબ નુકશાન પહોંચાડ્યું છે. ક્લાયમેટ ચેન્જની સમસ્યા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પહેલો ક્લાયમેટ ચેન્જ વિભાગ ગુજરાતમાં શરૂ કર્યો છે. આજે પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સહયોગથી રાજ્યની ડબલ એન્જિન સરકાર પણ પર્યાવરણ સંવર્ધન માટે સતત સક્રિય છે,

Make In India

આપણે સૌ જાણીએ છીએ કે આપણે જેટલા વધુ વૃક્ષો વાવીશું, જેટલું પર્યાવરણનું જતન કરીશું તેટલું ઝડપથી આપણે ક્લાયમેટ ચેન્જની અસરોમાંથી બહાર આવી શકીશું. આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ માટે પગલાં લઈ રહી છે. છોડમાં રણછોડ અને પ્રાણીમાં પરમેશ્વર જોવાની પ્રકૃતિ ધરાવતા આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજ્યમાં વૃક્ષોનું વાવેતર અને વન્ય જીવોના સંરક્ષણ સતત જાગૃત છે, તાજેતરમાં તેમના નેતૃત્વ હેઠળ રાજ્યના 73મો વન મહોત્સ્વની ઉજવણી થઈ.

વન મહોત્સવ પ્રતિ વર્ષ વરસાદના આગમન બાદ રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારો5ણમાં જન ભાગીદારી વન મહોત્સવના માધ્યમથી વધારવાનો પ્રયત્ન કરે છે. વર્ષોથી વન વિભાગ દ્વારા રાજ્ય કક્ષાનો વન મહોત્સવ રાજ્યની રાજઘાની એવા ગાંઘીનગર ખાતે યોજાતો હતો, 5રંતુ વર્ષ 2004 થી રાજ્યના વિવિધ વિસ્તારોના ઘાર્મિક, સાંસ્કૃતિક કે પ્રવાસનીય સ્થળોને લક્ષ્યમાં લઇને અને રાજ્યનો પ્રત્યેક નાગરિક તેમાં જોડાઇ શકે તેવા નવતર અભિગમથી વન મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં વિવિધ સાંસ્કૃતિક વનોની રચના થઈ અને રાજ્યમાં અત્યાર સુધી 21 સાંસ્કૃતિક વનો નિર્માણ પામેલ છે. જેની લાખો લોકો દર વર્ષે મુલાકાત લે છે અને વૃક્ષોના ઉછેર પ્રત્યે જાગૃત થાય છે.

સરકારનું લક્ષ્ય રાજ્યના વન વિસ્તારમાં વધારો કરવાનું છે. સરકાર માટે વન વિસ્તારો ઉપરાંત વન વિસ્તારના બહારના વિસ્તારોને પણ વૃક્ષઆચ્છાદિત કરવાના ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે. વર્ષ 2021ના ફોરેસ્ટ સર્વે ઓફ ઇંડિયાના અહેવાલ મુજબ ગુજરાતમાં 69 ચો.કિ.મીનો વન આચ્છાદિત વિસ્તાર (વન વિસ્તાર અને વન વિસ્તાર બહાર) માં 2019 કરતા વધારો થયો છે. વર્ષ 2019માં કુલ વન આચ્છાદિત વિસ્તાર 14857 ચો.કી.મી હતો જે વર્ષ 2021ના અહેવાલ પ્રમાણે 14926 ચો.કી.મી જેટલો થયેલ છે. અગાઉ 2019 ના અહેવાલમાં 2017 કરતા 100 ચો.કિ.મી નો વધારો નોંધયેલ અને 2021 ના અહેવાલમાં 2019 કરતા 69 ચો.કિ.મી નો વધારો નોંધાયેલ છે.

PM Modi spoke to Gujarat CM Bhupendra Patel over phone, inquired about the flood situation, assured all possible help - Edules

આ માટે સાંસ્કૃતિક વનો અને સહભાગી વન વિકાસ જેવા અભિગમ ધ્વારા રાજયની પ્રજાને જોડીને તેની સિધ્ધી કરવા માટે ડબલ એન્જિન સરકાર સતત પ્રયત્નશીલ છે.આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકાઓ અને ગામડાઓને આવરી લઇને વધુ ને વધુ રોપાની વાવણી થાય તેવા મહાકાર્યો હાથ ધરાયા છે. 73માં વન મહોત્સવ ઉજવણી અંતર્ગત રાજય સ્તરે-1, મહાનગરપાલિકા કક્ષાએ-8, જીલ્લા કક્ષાએ-33, તાલુકા કક્ષાએ-250 તથા ગ્રામ્યકક્ષાએ-5000 સ્થળોએ ઉજવણી કરવાનુ આયોજન કર્યું છે. રાજ્યની વિવિધ સ્થ્ળોએ ઉછેર કરવામાં આવેલ વન મહોત્સવ નર્સરીઓ પરથી વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવી રહેલ છે. જેનો લાભ રાજ્યના પર્યાવરણ પ્રેમી લોકો લઈ રહ્યાં છે..

આ વર્ષે સરકાર દ્વારા વિતરણ પ્રવૃતિ હેઠળ 100 કિસાન શિબિર યોજવાનું આયોજન, 105 વનકુટીર, 13 પંચવટી વિકાસ કેન્દ્રો, 27 પવિત્ર ઉપવન બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે વિસ્તરણ પ્રવૃતિ હેઠળ 540 સ્મશાન સગડી ફાળવવાનું આયોજન, 1550 નિર્ધુમ ચુલા તેમજ 33000 કલમી ફળાઉ રોપાના વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.  સાથે જ 75માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજયના 75 સ્થળોએ “નમો વડ વન” નિર્માણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે..

સિંહોનું સંવર્ધન આપણા સારણ ગીરમાં જોવા મળતા એશિયાટીક લાયન, ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં સિંહો અંકિત છે. સાથે જ ભારત દેશની શક્તિ દર્શાવતા મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમનું પ્રતિક આપણાં સિંહ છે. આ વર્ષે ગુજરાતમાં આયોજન થનાર નેશનલ ગેમ્સનું મેસ્કોટ પણ લાયન છે. આમ સોરઠના સિંહો માટે આપણો અને સમગ્ર દેશનો પ્રેમ અનન્ય છે.

આ સિંહોના સંવર્ધન માટે આરદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વામાં ડબલ એન્જિન સરકાર કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં જરૂરીયાત પ્રમાણેના રેસ્કયુ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે. આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવાર માટેના અદ્યતન સાધનો, રેસ્કયુ કામગીરી માટેની સાધન સામગ્રી, વાહનોની સુવિધા કરવામાં આવેલ છે. સિંહોની સ્થળપર ત્વરીત  સારવાર કરી શકાય તે માટે અદ્યતન સાધનો સાથેની લાયન એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે. સિંહો માટે સાસણ ખાતે અદ્યતન લાયન હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે. સિંહોની સુરક્ષાને અગ્રતા આપી રેકસ્યુ ટીમ, રેપીડ એકશન ટીમ, ટ્રેકર્સ અને વન્યપ્રાણી મિત્રો મોટી સંખ્યામાં કાર્યરત છે.

અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ગીર હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્થાપના કરવામાં આવેલ છે. જેના દ્વારા સિંહોનું સતત નિરિક્ષણ કરવામાં આવે છે. સિંહોના આનુવાંશિક ગુણો જાળવી રાખી સિંહ પ્રજાતિના સંવર્ધન માટે સૌરાષ્ટ્રમાં રામપરા, જૂનાગઢના સક્કર બાગ, સાતવીરડા એમ ત્રણ સ્થળોએ જિનપૂલ શરૂ કરવામાં આવ્યા છે. સિંહો કે અન્ય પ્રાણીઓ જંગલમાં ફરતા ફરતા ખુલ્લા કુવામાં પડી ન જાય તે માટે ખુલ્લા કુવાની ફરતે પેરાપેટ વોલ મોટી સંખ્યામાં બાંધવામાં આવી છે અને હજુ વધુ કામગીરી ચાલુ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સિંહ માટેના પ્રેમથી આપણે સહુ પરિચિત છીએ.તેમના કાર્યકાળમાં સાસણગીરમાં સિંહના પ્રવાસનને ના માત્ર વેગ મળ્યો છે પરંતુ તેની સાથે સાથે સિંહોનું સંવર્ધન પણ  થયું છે.  એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાયન પ્રોજેકટની શરૂઆત કરી છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રૂપિયા બે હજાર કરોડની માતબર ફાળવણી પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.