રસીના ભાવ, તેની આડઅસર, અસરકારકતા અને વિશ્વસનીયતાને લઈ હજુ રસીની રસ્સાખેંચ જારી જ છે. રસીનો ડોઝ વધુ આકરો બન્યો હોય તેમ તેની કિંમત ફરી વધી છે. રસી ઉત્પાદક કંપનીઓ પાસેથી લેવામાં આવતા ડોઝના ભાવમાં વધારો થતાં સરકારે વધુ કિંમત ચૂકવવી પડશે. આ નવા ભાવ પ્રમાણે દોઢસો રૂપિયાની રસીના ભાવ સવા બસ્સો થઈ ગયા છે.
સરકારે હવે કોવિશિલ્ડ માટે 215 રૂપિયા અને કોવાક્સિન ડોઝ માટે રૂ. 225 ચૂકવવા પડશે. આ સાથે સંબધિત એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે અમે 31 જુલાઈ સુધીમાં 50 કરોડ ડોઝનું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
આ વર્ષના અંત સુધીમાં અમારા લક્ષ્યાંકને પહોંચી વળવા આ નિર્ણાયક છે. શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધી દેશભરમાં આશરે 40 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. જે કોરોનાની જગમાં એક મહત્વપૂર્ણ વાત છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોવીશિલ્ડ અને કોવેકસીનના ભાવ રૂપિયા 150 હતા.