આશાપુરા, ચોટીલા, માટેલ, હરસિદ્ધિ, અંબાજી સહિતના શક્તિધામોમાં ભાવિકોની ભીડ: ગરબીઓમાં શક્તિની ભક્તિનો રંગ ઘૂંટાશે: યુવાધન મન મૂકીને આજથી રાસની રમઝટ બોલાવશે
‘રિઘ્ધિ દે સિઘ્ધિ દે અષ્ટ નવ નિધિ દે…’ દરેક ગુજરાતી હૈયા જેની કાગડોળે રાહ જોઇ બેઠા હોય છે તેવા ગુજરાતના ગૌરવ સમા નોરતાનો આજથી શુભારંભ થઇ રહ્યો છે. આજથી સતત નવદિવસ સુધી માઇ ભકતો શકિતની આરાધના અને ઉપાસના કરશે. નવરાત્રીના નવેનવ દિવસ સૌરાષ્ટ-કચ્છની તમામ શકિતપીઠોમાં દિવ્ય શણગાર પૂજન અર્ચન સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું જાજરમાન આયોજન કરવામાં આવે છે.
આસો નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સર્વત્ર શ્રઘ્ધાળુઓમાં ભકિતની હેલી છલકારો ભકિત અને શકિતના આ મહાપર્વમાં સૌ પોત પોતાની ઇચ્છ મુજબ આદ્યશકિતની આરાધના કરતા હોય છે. પ્રાચીન ગરબીઓમાં શકિતની ભકિતનો રંગ ઘુંટારો નાની નાની બાળાઓ વિર્દોષ ભાવે આજથી નવદિવસ ર્મા અંબાની આરાધના કરવા અવનવા શણગાર સર્જી ગરબે ઘુમશે જયારે અર્વાચીન ગરબામાં યુવાધન મન મૂકીને ડી.જી.ના તાલ સાથે રાસની રમઝટ બોલાવશે.
સૌરાષ્ટ્ર-કચ્છની શકિત પીઠો જૈમ કે રાજકોટના પેલેસ રોડ ખાતે આવેલ આશાપુરા મંદીર, ચોટીલાનું ચામુંડા મંદીર, માટેલનું ર્મા ખોડલનું મંદીર, ગીરનારનું અંબાજી મંદીર, હર્ષદનું હરસિઘ્ધિ માતાનું મઢ તેમજ કચ્છમાં માતાના મઢે દર્શન કરવા સેકડો શ્રઘ્ધાળુઓ ઉમટશે તમામ શકિત પીઠોને ભવ્ય રોશનીના શણગારોથી સજાવવામાં આવશે. નવેનવ દિવસ માતાની આરતી સ્તુતિગાન તેમજ રાર ગરબામાં ભકતોની ભીડ જોવા મળશે.
ખાસ રાજકોટ શહેરની વાત કરીએ તો અહીં પણ નવરાત્રીનો જશ્ન છવાઇ જશે. પ્રથમ દિવસથી જ દોઢિયો, ડાકલા, તેમજ સનેડા સહીતના અવનવા સ્ટેપ્સથી યુવા હૈયાઓ ઘૂમ મચાવશે. સતત નવદિવસ નોરતાની ઉજવણી બાદ દશમા દિવસે રાવણના પૂતળાનું દહન કરી વિજયા દશમીની પણ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
પ્રથમ નોરતે શૈલપુત્રીની પૂજામાં નવદુર્ગાના નવ સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ શૈલીપુત્રી નું છે. પર્વતરાજ હિમાલય ના પુત્રી હોવાને કારણે શૈલપુત્રીના નામથી પ્રસિઘ્ધ છે.
વૃષભ ઉઘર બેઠેલા માતાજીના જમણા હાજમાં ત્રિશુલ તથા ડાબા હાથમાં કળમનું ફૂલ છે. મસ્તકમાં અર્ધચંદ્ર અને સોનાનો મુકુટ શોભાઇમાન રહે છે. પોતાના પૂર્વજન્મ મા દક્ષ કનયા તરીકે અવતાર લીધેલો ત્યારે માતાજીનું નામ સતી હતું અને ઉગ્ર કઠોળ તપસ્યાથી ભગવાન શિવજીને પ્રસન્ન કરી પતિના રૂપમાં મેળવેલા પરંતુ પિતાના યજ્ઞમાં પતિનું અપમાન થયેલું જોઇ યોગ અગ્નિ મા સ્વયંને ભસ્મ કરી દીધેલા ત્યારબાદ બીજ જન્મ મા હિમાલઇ પુત્રીના રૂપમાં અવતાર લીધેલો અને ભગવાન શિવને પતિ તરીકે મેળવેલ.
ઉપાસના મા મનની ઇચ્છા સિઘ્ધ કરવા માટે પહેલા નોરતે માતાજીની ઉ૫ાસના કરવામાં આવે છે. બીજ મંત્ર ૐ હીં શિવાયે નમ: નૈવધ: માતાજીને દુધ ની મેઠાઇ અર્પણ કરવાથી સારા આયુષ્યની પ્રાપ્તી થાય છે.