કેરળના સબરીમાલા મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસીક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધને હટાવી દીધો છે. હવે મહિલાઓ પણ સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવી શકશે.ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહિલાઓને પણ દેવી તરીકે પુજવામાં આવે છે. મંદિર મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ ર્દુભાગ્યપૂર્ણ છે. તે ઉપરાંત મહિલાઓને બરાબરીનો હક મળવો જોઈએ. મંદિરમાં મહિલાઓના પ્રતિબંઘને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો છે. 4-1ના બહુમતથી સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે.

કેરળના પત્થનમથિટ્ટા જિલ્લાના પશ્ચિમ ઘાટની પહાડી પર આવેલા સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નહતો કારણ કે આ વયની મહિલાઓ માસિક ધર્મમાંથી પસાર થતી હોય છે. આ પ્રતિબંધ આજે સુપ્રીમ કોર્ટે હટાવી દીધો છે.

છેલ્લાં કેટલાય સમયથી મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશેની માગણી કરવામાં આવતી હતી અને મંદિર પ્રશાસન દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવતો હતો. તેથી આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી પાંચ સભ્યોની બેન્ચે આ વિશે ઓગસ્ટમાં સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.