કોરોના સામેના જંગના સમયમાં શહેરના તમામ દર્દ, રોગના ખ્યાતનામ તબીબો ‘સ્વ’ ની પરવા કર્યા વગર દર્દીનારાયણની સેવામાં ખડેપગે
વિશ્ર્વભરમાં હાહામાર મચાવનારા કોરોના વાયરસ હવે ભારતમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જયારે, કોરોના વાયરસને ફેલાતો રોકવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે આ લોકડાઉનના કારણે જીવનજરૂરી સિવાયનો આખો દેશ થંતી જવા પામ્યો છે. કોરોના વાયરસની બચવા લોકો ઘરમાં બેસીને સુરક્ષિત થઇ રહ્યા છે. ત્યારે તમામ ક્ષેત્રના ડોકટરો કોરોનાથી ‘સ્વ’ની ચિંતા કર્યા વગર દર્દીનારાયણની સેવામાં ખડેપગે હાજર છે. લોકડાઉન દરમ્યાન મંદિરોમાં ભીડ ન થાય તે માટે ભગવાનના દરવાજા દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ઇશ્ર્વરના સ્વરૂપ સમાન ગણાતા તબીબોના દરવાજા આવી વિકટ સ્થિતિમાં દર્દીઓની સેવા માટે ખુલ્લા છે.
રાજકોટ શહેરમાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યા સમયાંતરે વધી રહી છે. ત્યારે દરકે ક્ષેત્રના તબીબો આ વિપતીની પળોમાં દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. જો,કે, લોકડાઉનના કારણે ઇમરન્સી કારણે સિવાય લોકોને બહાર નીકળવાની સખ્ત મનાય ફરમાવવામાં આવી છે. જેની મોટાભાગના તબીબોની નિયમિત ઓખડી ઓવી થઇ થવા પામી છે. જેમ છતાં હાલમાં મોટાભાગના ડોકટરો ઇમરજન્સી સારવાર માટે પોતાની હોસિપટલે નિયમિત સેવાઓ અકામ રહ્યા છે. ઓપીડી ઓછી થઇ જવાની અનેક ક્ષેત્રના ડોકટરોને નવરાનો સમય પણ મળી રહ્યો છે. આ નવરાક્ષનો સમયમાં ડોકટરો વાંચન, મનોરંજન અને પરિવાર સાથે વિતાવવાનો અમુલ્ય લ્હાવો લઇ રહ્યા છે.
લોકડાઉન બાદ દર્દીઓનાં ઘસારાને પહોચી વળવા વધારે ઓપરેશનો હાથ ધરીશું: ડો. દીપેશ ભલાણી
રાજકોટની જાણીતીસેન્ટીસ હોસ્પિટલનાં ઈએનટી સર્જન ડો. દીપેશ ભલાણીએ અબતકને મુલાકાત આપીને જણાવ્યું હતુ કે હાલ અમારે ત્યાં રૂટીન ઓપીડી સંપૂર્ણ બંધ છે. જે દર્દી અમારો ફોનથી સંપર્ક કરે છે તે દર્દીને અમારી હોસ્પિટલ સુધી ધકકો ન થાય તે માટે ફોન પર સલાહ આપવમાં આવે છે. ગળાના દુ:ખાવો તો અનેક કારણોસર થતો હોય છે. જો દર્દીને તપાસતા લાગે કે એમને વાઈરસની અસર છે. તો તેમની લેબોરેટરી તપાસ કરાવીએ છીએ તો તેમાંથી અમને કોરોનાની અસર દેખાય તો જિલ્લા તંત્રને જાણ કરીએ છીએ.
લોકડાઉન ખૂલ્યા બાદ અમારા દર્દીઓમાંથી સૌ પ્રથમ પ્લાન્ટ ઓપરેશનના દર્દીઓને કોલ કરીને બોલાવીશું અમે જે પહેલ દિવસના બેથી ત્રણ ઓપરેશન ક્રતા હતા એ બદલે ૪ થી ૫ ઓપરેશન કરવા પડશે. અત્યારે નવરાશનો સમય મળ્યો છે. ત્યારે પત્ની સાથે રસોઈ સહિતના બીજા કામોમાં મદદ કરીએ છીએ ટી.વી.પર સિરીયલો જોવા ઉપરાંત વાંચનકાર્ય કરીએ છીએ.
ગર્ભાવસ્થા દરમ્યાન માતા અને શિશુ બંનેની બેવડી જવાબદારી: ડો.રૂકેશ ઘોડાસરા
રાજકોટની જાણિતી આશિર્વાદ હોસ્પિટલનાં ગાયનેકોલોજીસ્ટ ડો.રૂકેશ ઘોડાસરાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ અને લોકડાઉનનાં કારણે ગાયનેકોલોજીસ્ટ તરીકે અમારી જવાબદારી વધી ગઈ છે. કારણકે દર્દીઓનું બંને તરફથી અમારે ધ્યાન રાખવું પડે છે. ગર્ભમાં રહેલા બાળકનો પ્રોપર વિકાસ થાય એ ધ્યાન રાખવાનું અને પાછુ ઈન્ફેકશન ન લાગે તે પણ એટલું જ ધ્યાન રાખવાનું માટે અમે દર્દીઓને યોગ્ય સમય આપીને જ બોલાવીએ છીએ. ગર્ભાવસ્થાવાળી મહિલા દર્દીઓને કોરોના ન થાય તે માટે પુરતું ધ્યાન રાખીએ છીએ. અમારી હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવામાં આવે છે. દર્દીને ફોન કરીને બોલાવીએ છીએ અને વધારે દર્દીઓ ભેગા ન થાય તે રીતે જુદા-જુદા ટાઈમીંગ આપીએ છીએ. ગર્ભાસ્થ દર્દીઓમાં પોતાની રોગ પ્રતિકારક શકિત વધે તે માટે યોગ-પ્રાણાયામ અને મેડિટેશન કરવું જોઈએ. સરકારની ગાઈડલાઈન હોય તેને પૂર્ણ રીતે પાળવી જોઈએ. કારણકે કોરોના સામેની આ જંગ આપણા સૌનો જંગ છે. અત્યારે અમારી જવાબદારી છે કે અમારે ડોકટર તરીકે અમારી ફરજ તો બજાવવાની હોય જ છે તેમ ડો.ઘોડાસરાએ જણાવીને ઉમેર્યું હતું કે, અત્યારે ઘરે થોડા સમય મળે ત્યારે પ્રાણાયામ, મેડિટેશન તથા એકસસાઈઝ કરીએ છીએ. વોટસએપ ગ્રુપમાં અલગ-અલગ ગેમ રમીએ છીએ. લોકોને સંદેશા કે પોઝીટીવ વિચાર રાખો. સારું વાંચન, સારું મ્યુઝીક સાંભળવું જોઈએ. શરીરની રોગપ્રતિકારક શકિત વધે તે માટે સાત્વીક અને સારો ખોરાક ખાવો જોઈએ.
ફેફસાના રોગના દર્દીઓને કોરોનાનો ચેપ લાગે તો ક્રિટીકલ કંડીશનમાં મુકાય જાય: ડો. ભાર્ગવ કનેરીયા
સૌરાષ્ટ્રની સૌ પ્રથમ ટીબી, અસ્થમા તથા ફેફસાના રોગોની પ્રથમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ સાત્વિક હોસ્પિટલના ડો. ભાર્ગવ કનેરીયાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે અત્યારે લોકડાઉનમાં અમે જે સ્ટેબલ પેસનટ છે તેમને રૂટિન દાવ ચાલુ રાખવાની સલાહ આપીને હોસ્પિટલે આવવાની ના કહીએ જેથી અમારી રુટીન કરતા ૫૦ થી ૬૦ ટકા ઓપીડી ઓછી થઇ જવા પામી છે. કોરોના વાયરસના દર્દીઓમાં ટુંકાગાળાના તાવ, શરદી, ઉઘરસ, અને શ્ર્વાસ ચાર લક્ષણો જોવા મળે છે. જયારે ટીબીના દર્દીઓમાં તાવ, ભુખ ન લાગવી, વજન ઘટી જવું તે બધા ચિન્હો એક મહિના સુધીના લાંબા ગાળાના હોય છે. ફેફસાના રોગો હોય તેવા દર્દીઓને કોરોનાનો ચેપ વધારે લાગવાની સંભાવના હોય છે. નોર્મલ દર્દી કરતાં આવા દર્દીઓ વધારે ક્રીટીકલ સ્થિતિમાં મુકાય જતા હોય છે.
અત્યારની કંડીકશન જોતા ગુજરાત અને ભારતમાં જે રીતે કેસોનો વધારો થાય છે તે જોતા લોકડાઉન વધારવું આવશ્યક જ છે. લોકડાઉન પછી પણ જો દર્દીઓને સારુ હોય તો દવા ક્ધટીન્યુ કરાવીને ધીમે ધીમે દર્દીઓને બોલાવાશે જેથી એક સાથે જાજા અહિ ભેગા ન થાય અત્યારે લોકડાઉનના કારણે જે સમય મળ્યો છે તેનાથી સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરી છીએ ફેમીલી સાથે સમય વિતાવતા હોઇએ છીએ.
હાલની સ્થિતિમાં બાળકોની કાળજી વધારે રાખવી જરૂરી: ડો. યજ્ઞેશ પોપટ
રાજકોટની જાણીતી ઓમ બેબીકેર હોસ્પિટલના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. યજ્ઞેશ પોપટે અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, બાળરોગ નિષ્ણાંત તરીકે અમારે ઓપરેશન કરવાનું હોતું નથી ફકત દર્દીઓને તપાસવાનું હોય છે અમારી પાસે તાવ, શરદી, ઉઘરસની કોઇપણ કેસ આવે છે. તો એ કોરોના પણ હોઇ શકે છે. કોરોના એ સામાન્ય બીમારી નથી કે આપણને જેની સામેથી ખબર પડી જાય અમે બીજા રીપોર્ટ કરાવ્યા હોય અને એમાં જો કોરોના ના લક્ષણો દેખાય તો સરકારના નિયમો પ્રમાણે સ્પેશ્યલ રીપોર્ટ કરાવીએ છીએ. અમારે અત્યારે ખાસ એ વાતનું ઘ્યાન રાખવું પડે કે દરેક દર્દી એ કોરોના વાઇરસ લઇને જ આવે છે તેવી રીતે સંભાળ રાખવી પડે છે. અત્યારે મોટાભાગના દર્દીઓને અમે ફોન પર દવાઓ લખાવી આપીએ છીએ. એ પછી પણ વધારે તકલીફ લાગે અને બતાવવાની જરુર લાગે તો પછી એને હોસ્પિટલ બોલાવી તપાસ કરી સારવાર આપી છીએ.
અમે બાળ દર્દીઓને વેકસીનેશન પણ અમે આપતા હોઇએ છીએ પરંતુ અત્યારે આ વેકસીનેશન આપતા નથી. જયારે લોકડાઉન ખુલશે ત્યારે આ બધા દર્દીઓ એક સાથે આવશે. એક સાથે જાજા દર્દીઓ આવશે તે એકબીજાનો હોય લઇને જશે તેવી સંભાવના પણ અમને દેખાઇ રહી છે. જેથી, કાળજી સાથે દર્દીઓને સમય આપીને બોલાવીશું તેમ જણાવીને ડો. પોપટે ઉમેર્યુ હતું કે બાળકોએ જેટલું બને તેટલું ઓછું બહારકાઢવા જોઇએ જેથી બીજા દર્દીઓના સંપર્કમાં ન આવે કોઇપણ નાની તકલીફો હોય તેની સારવાર ઝડપથી લેવી જોઇએ બને તેટલું આરોગ્ય પ્રદ ખોરાક આપવો જોઇએ.
સામાન્ય રીતે બીજા લોકો જેટલી વધારે સમય અમને નથી લાગતો કારણ કે અમારે હોસ્૫િટલમાં નિયમીત આવવાનું તો હોય જ છે પરંતુ સમય મળે છે તેમાં સૌથી પહેલું કામ અમે આરામ કરીએ છીએ પછી બાકીનો સમય ફેમેલી સાથે વીતાવીએ છીએ બેસીને બાળકો સાથે રમતો રમીએ જુની વાતો વાગોળીએ અને ભવિષ્યના પ્લાન પણ કરીએ છીએ.