ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સૌ.યુનિ.નાં ફાર્મસીના તમામ અભ્યાસક્રમોને મંજુરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુજરાત રાજયની નેકમાં પ્રથમ એ ગ્રેડ પ્રાપ્ત કરનાર રાજય સરકાર હસ્તકની યુનિવર્સિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક દ્વારા વર્ષ ૨૦૧૪માં એ ગ્રેડ એનાયત કરવામાં આવેલ હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીનાં માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકિય સુવિધાઓના સંદર્ભમાં વિવિધ હકારાત્મક નિર્ણયો અને કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેકમાં રીએક્રેડીટેશન માટે અરજી કરવા અને યુનિવર્સિટીને એ-પ્લસ ગ્રેડ અપાવવાની દિશામાં દ્વાર ખુલ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ તથા ઉપકુલપતિનાં માર્ગદર્શન હેઠળ નેકમાં રીએક્રેડીટેશન માટેની તમામ પ્રક્રિયા અને ડોકયુમેન્ટેશનની કામગીરી ઈન્ટરનલ કવોલીટી એસ્યુરન્સ સેલ દ્વારા ખુબ સુચારું રીતે કરવામાં આવી રહી છે અને નેક દ્વારા સુચવવામાં આવેલ તમામ કવેરી યુનિવર્સિટી દ્વારા સોલ્વ કરવામાં આવી છે. ફાર્મસી ભવનમાં ચાલતા તમામ અભ્યાસક્રમોમાં એ.આઈ.સી.ટી.ઈ. દ્વારા મંજુરી આપવામાં આવેલ છે પરંતુ તાજેતરમાં સરકારની નવી ગાઈડલાઈન મુજબ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ફાર્મસી ભવનના વિવિધ અભ્યાસક્રમોની મંજુરી માટે ઈન્સપેકશન કરવામાં આવેલ હતું. જેમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ભવનમાં ચાલતા બી.ફાર્મ, ફાર્મ-ડી, એમ.ફાર્મ, ઈન ફાર્માસ્યુટીકલ-ફાર્માકોલોજી-ફાર્માકોગ્નોસી, કયુ.એ., બાયોટેક તથા રેગ્યુલેટરી અફેર્સ જેવા તમામ અભ્યાસક્રમોને મંજુરી આપવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ અને ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ સૌ સિન્ડિકેટ સભ્યોના સહયોગથી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ સૌ યુનિવર્સિટીને એ-પ્લસ ગ્રેડ મળે એ માટે અથાગ મહેનત કરી રહ્યા છે.