૧૦૦ વિઘા જમીન પર ૧૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનનું ૨૯ ફેબ્રુઆરીના ખાતમુહૂર્ત
ગુજરાતના સમસ્ત પાટીદાર સમાજ માટે વિકાસના વૈશ્ર્વિક દ્વાર ખોલવા અમદાવાદને કેન્દ્ર બનાવી, સામાજિક, શૈક્ષણિક, કૃષિ આરોગ્ય, ઉદ્યોગ, ધાર્મિક ક્ષેત્રના વિવિધ ૧૪૦૦ કરોડના પ્રોજેકટ અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવ્યા છે તેમ પટેલ સેવા સમાજ રાજકોટના પ્રમુખ અને ઉમિયા ધામ ઉંઝાના કારોબારી સભ્ય અરવિંદભાઈ પટેલ (ફિર્લ્ડમાર્શલ) અને ઉમિયાધામ ઉંઝાના કારોબારી સભ્ય અને પટેલ સેવા સમાજ-રાજકોટના સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઈ ચાંગેલાએ અમદાવાદમાં આકાર પામનારા તમામ સંસ્થાની વિગતો જણાવેલ છે.આગામી પાંચ તમામ પ્રોજેકટ કાયાન્વિત થઈ જશે તેના માટે વિકાસના વૈશ્ર્વિક દ્વાર ખોલવા દાતાઓને અનુદાન આપવા અપીલ કરી છે. વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના સમારંભમાં થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતીમાં રચાયેલા સંસ્થામાં છેલ્લા બે વર્ષમા રૂ.૪૦૦ કરોડથી વધુ રકમ સમાજ માટે સમર્પિત કરવાની દેશ-વિદેશના દાતાઓની પહેલને કારણે આ સપનું સાકાર કરવાની દિશામાં સમગ્ર સમાજ ઝડપભેર આગળ વધી રહ્યો છે અને આ માટે ૧૦૦ વિઘા જમીન હાંસલ કર્યા બાદ હવે વિવિધ પ્રોજેકટનું આગામી તા.૨૯ ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ અમદાવાદ ખાતે ખાતમુહુર્ત થશે.અમદાવાદ-ગાંધીનગર હાઈ-વે પર વૈશ્ર્વનવદેવી સર્કલ નજીક નિર્માણ પામનારા પાટીદાર સમાજના આ વિકાસ મંદિરનું ખાતમુહુર્ત મુખ્યદાતા પરિવાર, સંતો-મહંતો,દાતાઓ -આગેવાનો અને સમાજની ઉપસ્થિતીમાં યોજાશે. તેમજ સમાજના ઉમિયા પરિવાર માટે વિશ્ર્વ ઉમિયા સુરક્ષા કવચની સ્કીમ પણ ૭મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સમાજ માટે તરતી મુકવામા આવશે.
સમગ્ર પ્રોજેકટોનું સંકલન વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર. પી. પટેલ કરી રહ્યા છે. અમદાવાદ એસ.જી.હાઈવેપર હાઈકોર્ટની બાજુમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા ઉમિયા સોલા કેમ્પસ કાર્યરત છે. સમયની માગ મુજબ તેને વધુ સુવિધાપુર્ણ બનાવવા રૂ.૪૫ કરોડનું આયોજન ૨૨ વિઘા જમીનમાં કરવામાં આવશે.૫૦૦ દિકરા ૫૦૦ દિકરીઓની હોસ્ટેલ, અતિથિ ભવન, ભોજનાલય , સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્ર, પાર્ટી પ્લોટ, બેકવેન્ટ હોલ સહિતના સગવડતા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત અંબાજી ખાતે આવેલા ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અતિથિભવનમાં ૬૪ રૂમ સાથેનું ૭ કરોડના ખર્ચે શૈક્ષણિક પ્રવુતિઓનો વિકાસ કરવામાં આવશે આ તમામ સુવિધા ઉમિયાધામ ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ અંતર્ગત સમાજના આવનાર અનુદાનથી કરવામાં આવશે. હાલ સંસ્થાન પ્રમુખ તરીકે મણીભાઈ પટેલ (મમ્મી) કાર્યરત છે.