છ દેશોમાંથી ખેલાડીઓ પસંદ કરી અમેરિકા ક્રિકેટ ટીમ બનાવશે
વિશ્ર્વભરમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમતમાંથી એક છે તેમા હવે ઘણા સમયથી દૂર રહેલી ક્રિકેટ ટીમ અમેરિકા પણ ભાગ લેશે તેમાં મોટાભાગના ભારતીય ખેલાડીઓ જોડાય તેવી ખૂબ પ્રબળ સંભાવના છે. તાજેતરમાં જ આઈસીસીએ ઓલિમ્પક 2028માં ક્રિકેટને સામેલ કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. જેનાકારણે અમેરિકાએ પણ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે મહેનત શરૂ કરી છે. જેથી હવે અમેરિકા જુદા જૂદા છ દેશના ખેલાડીઓને સામેલ કરીને એક મજબુત ક્રિકેટ ટીમ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.
જેમાં ભારતીય ટીમના ખેલાડી અને અંડર 19 વર્લ્ડ કપના કેપ્ટન ઉન્મુકત ચંદએ ક્રિકેટ જગતમાંથી નિવૃતી જાહેર કરી અમેરિકન ટીમમાંથી રમવાનો નિર્ણય કર્યો છે. જેથી ઓલિમ્પક 2028માં ક્રિકેટ સામેલ થતા અમેરિકા તેમા પણ પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી શકે છે. જો અમેરિકાની ટીમની સંભવીત પ્લેઈગ ઈલેવન પર નજર કરીએ તો છ જેટલા જુદા જુદા દેશના ખેલાડીઓ નજરે ચડે છે જેમાં સૌથી વધુ ભારતના હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ તમામ ખેલાડીઓ એવા છે જેમાં ભરપૂર ટેલેન્ટો છે પરંતુ રમવાનો મોકો ન મળતા નિવૃતી જાહેર કરી દીધી છે. અમેરિકાની ક્રિકેટ ટીમ પર નજર કરીએ તો ઈન્ડીયર પ્રીમીયર લીગમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરમાંથી રમી ચૂકેલા અને ત્રણ આંતરરાષ્ટ્રીય ટી.20 રમેલા સની સોહેલની ઓપનર તરીકે પસંદગી કરવામાં આવી છે. તો ભારતીય અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપના વિનીંગ કેપ્ટન ઉન્મુકત ચંદ ઈન્ડીયન ક્રિકેટ ટીમમાંથી નિવૃતી લીધા બાદ ઓપનર તરીકે જોડાશે.