ગુજરાતી ફિલ્મોની ‘કલ, આજ ઓર કલ’
આઝાદી પહેલા ૧૯૩૨માં નરસિંહ મહેતા ગુજરાતી ફિલ્મ બની બાદમાં ઢોલીવૂડની અસંખ્ય ફિલ્મો નિર્માણ થઈ :અર્બન ગુજરાતી ફિલ્મ ૨૦૧૨માં ‘કેવી રીતે જઈશ’થી નવો ટ્રેન્ડ શરૂ થયો ને પછી ‘બે યાર’ અને ‘છેલ્લો દિવસ’ ફિલ્મે અર્બન મુવીને સફળતા અપાવી
ગુજરાતી ફિલ્મોનો જુનો જમાનો યાદ કરીએ તો ઘણા કલાકારો સાથે નોન ગુજરાતી હિરોઈનની સફળ ફિલ્મો યાદ આવી જાય. આમ જોઈએ તો પણ એ જમાનામાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા સાથે રજનીબાળા, રમેશ મહેતા, મંજુરી દેસાઈની કોમેડી સાથે ફિલ્મ ભરપૂર મનોરંજન આપતી ૧૯૯૦ના દશકામાં ગુજરાતી ફિલ્મોમાં દ્વિ અર્થ સંવાદો પણ ખૂબજ ઉપડી જતા હતા. ગામડાનું દ્રશ્ય, પ્રેમ સ્ટોરી, ડાકુના ધિંગાણાને કોમેડીની વાતોમાં દર્શકોને મઝા પડી જતી હતી.
હિન્દી ફિલ્મોમાં જેને ડાયરેકટર તરીકે નામના મેળવી તે રવિન્દ્ર દવેએ ઘણી સારી ફિલ્મો બનાવી હતી. ગુજરાતી ફિલ્મોની સફળતા બાદ ઘણા કલાકારો હિન્દી ફિલ્મોમાં પણ કામ કરવા લાગ્યા જેમાં અસરાની, કિરણકુમાર, શ્રીકાંત સોની, રીટાભાદુરી, અરવિંદ ત્રિવેદી, દિપીકા ચીખલીયા, અરૂણા ઈરાની, જયશ્રી ટી જેવા મોખરાના નામ છે. એ જમાનામાં ગુજરાતી હિરોઈનમાં મલ્લિકા સારાભાઈ , રાગીણી જેવી બે ત્રણ હિરોઈન જ ગુજરાતી હતી બાકી નોન ગુજરાતી હિરોઈન વધુ સફળ રહી હતી. જેમાં રીટાભાદુરી, અરૂણા ઈરાની, રોમા માણેક, જયશ્રી ટી, સ્નેહલતાના નામો લઈ શકાય.
જૂની ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે નલિત દવે, ફિરોઝ ઈરાની, અરવિંદ રાઠોડ, નારાયણ રાજગોર, ચંદ્રકાંત પંડયા જેવા નામો હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ પંડયા, અરવિંદ ત્રિવેદી, રાજીવ-દિપક ઘી વાલા જેવા હિરો એ જમાનાના હતા. અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ, મહેશ નરેશ જેવા સંગીતકારોના ગીતો ગરબા આજે પણ ધુમ મચાવે છે. ઉમરગાવ અને હાલોલના સ્ટુડિયામાં જ ફિલ્મ શુટ થઈ જતી આઉટ ડોર બહુ ઓછુ જોવા મળતું. ઢોલના તાલે ગીતો વધુ હતા કદાચ એટલે જ ‘ઢોલીવુડ’ નામ પડી ગયું હશે.
પ્રફુલ્લ દવે, દિવાળીબેન ભીલ, જેવા નામાંકિત ગાયકોના સ્વર સાથે જૂની ગુજરાતી ફિલ્મોમાં કિશોરકુમાર, લત્તા, રફી, આશા, ઉષા મંગેશકર, સુમન કલ્યાણપૂર, મુકેશ, મહેન્દ્ર કપૂર જેવા હિન્દી ફિલ્મી ગાયકોએ પણ સુંદર ગીતો ગાયા છે. ‘હું અમદાવાદનો રીક્ષા વાળો’ આજે પણ એટલું જ લોકપ્રિય ગીત છે.
આજના અર્બન ગુજરાતી મુવિના સોંગ યુવા વર્ગને આકર્ષે છે જેમાં ગૌરી રાધાને કાળોકાન ફિલ્મ રોગ સાઈડ રાજુ, તા થૈયા થૈયા તા થૈયા ફિલ્મ લવની ભવાઈ, મને મેળો…મનમેળો ફિલ્મ લવનીભવાઈ, એવો આવ્યો રે આવ્યો રે અસવાર-ફિલ્મ હેલ્લારો જેવા ગીતો યુવા વર્ગના ફેવરીટ છે.
૧૯૬૦ થી ૮૦ના દશકામાં ગુજરાતી ફિલ્મોનાં સફળ યુગ બાદ તેની પડતી થઈ ૨૦૦૦ પછી નવી ફિલ્મો બની પણ ચાલી નહી પછી અર્બન મુવીનો યુગ આવતા આજે દર્શકો ગુજરાતી ફિલ્મ ફરી જોતો થયો છે. ૨૦૦૫માં સરકારે ૧૦૦ ટકા કરમૂકિત આપી અને ૨૦૧૬માં ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન નીતિ પણ અમલમાં આવી ગુજરાતી ફિલ્મો મોટે ભાગે માનવીય કે સામાજીક ભાવનાઓ દ્વારા વણાયેલી હોય છે. ગુજરાતનાં લોકપ્રિય સંતો અને સતી ઉપરથી ફિલ્મો બનતી હતી. લગ્ન જીવન આધારીત ગુણસુંદરી અને કિરિયાવર જેવી ફિલ્મો નોંધપાત્ર હતી. ગુજરાતી નવલકથા ઉપરથી પણ ઘણી ફિલ્મો બની જેમકે ‘કાશીનો દિકરો’, ૮૦ થી ૯૦કે ૨૦૦૦ના દશકામાં ગુજરાતી ફિલ્મો ને હિન્દી ફિલ્મની અસર થઈ હતી એ પહેલા માત્ર ગ્રામ્ય દર્શકોને ધ્યાને લઈને ફિલ્મો બનતી.
બોલતી ગુજરાતી ફિલ્મોનો યુગ ૧૯૩૨ થી ૧૯૪૭ હતો. મળેલા જીવ (૧૯૫૬), કાદુ મકરાણી (૧૯૬૦) અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩) જેમાં હિન્દી ફિલ્મ અભિનેત્રી આશા પારેખે અભિનય કર્યો હતો. બાદમાં કંકુ (૧૯૬૯), જીગર અને અમી, મારે જાવું પેલે પાર અને સંસાર લીલા જેવી હિટ ફિલ્મો હતી. કેતન મહેતાએ ‘ભવની ભવાઈ’ ફિલ્મ બનાવી જેને બે એવોર્ડ મળ્યા હતા. ૧૯૭૯માં ‘કાશીનો દિકરા’ ફિલ્મ બહુ જ સફળ રહી હતી.બદલાતા નવા ગુજરાતી ફિલ્મોનાં ટ્રેન્ડમાં વિક્રમ રાઠોડ, ધર્મેશ વ્યાસ, હિતેનકુમાર, ચંદન રાઠોડ, હિતુ કનોડીયા જેવા કલાકારોનો પણ એક દશકો ગુજરાતી ફિલ્મોમાં હતો. ૨૦૧૨માં અભિષેક જૈને કેવી રીતે જઈશ, બે યાર (૨૦૧૪)માં ફિલ્મો બનાવીને એક નવો જ ટ્રેન્ડ ગુજરાતી ફિલ્મોનો આવ્યો ને પછી ‘છેલ્લો દિવસ’ ફિલ્મે તો સમગ્ર દેશમાં ધુમ મચાવી હતી. જાણીતા નાટ્ય કલાકાર સિધ્ધાર્થ રાંદેરીયાની ‘ગુજજાુભાઈ ધ ગ્રેટ’ પણ દર્શકો હિટ કરી દીધી હતી.
૬૪ અને ૬૫માં ફિલ્મ ફેસ્ટીવલમાં ૨૦૧૬માં રોંગ સાઈડ રાજાુ અને ‘ઢ’ (૨૦૧૭)માં તથા શુભ આરંભ અને કરસનદાસ પે એન્ડ યુઝ’ (૨૦૧૭) આ વર્ષે જ ‘લવનીભવાઈ’ સાથે ચાલ મન જીતવા જઈએ જેવી અર્બન ગુજરાતી મુવીએ પુનરૂત્થાનમાં મહત્વનો ફાળો આપ્યો છે.
આજના યુવા કલાકારોમાં મિત્ર ગઢવી, જીમીત ત્રિવેદી, યશ સોની, તૃષાર સાધુ, દિવ્યાંગ ઠકકર, મલ્હાર ઠાકર, પ્રતિક ગાંધી, જાન કી બોડીવાલા, આરોહી પટેલ, દિક્ષા જોશી, એશા કંસારા જેવા વિવિધ નામો યુવા વર્ગનાં ફેવરીટ છે. નવા યુગની નવી ગુજરાતી હિટ ફિલ્મોમાં બેયાર, પાસપોર્ટ, હેલ્લારો, થઈ જશે, ધૂનકી, ચાલજીવી લઈએ, અફરાતફરી, પાઘડી, રેવા શોટ સર્કીટ, વીટામીન શી, કેમ છો અને કેશ ઓન ડિલેવરી જેવી હિટ ફિલ્મો દર્શકોએ સફળ બનાવીને ગુજરાતી ફિલ્મોને જીવત દાન આપ્યું છે.
જાુના ગુજરાતી ફિલ્મોએ જમાનાને અનુરૂપ સારા જ હતા. પણ બદલાતા સમયે યુવા વર્ગને ગમતા અર્બન ગુજજાુ મુવિ બનતા આજે ઘણી સારી ફિલ્મો દર્શકોને જોવા મળે છે. આજની જાણીતી તમામ ટેલીવિઝન સિરીયલોમાં ગુજરાતી કલાકારોનું મહત્વ વધારે છે. રામાનંદ સાગરની રામાયણ, મહાભારતમાં મોટાભાગનાં ગુજરાતી કલાકારો હતા. જેમાં રાવણનું અમર પાત્ર ‘અરવિંદ ત્રિવેદી’ અમર થઈ ગયા હતા.
અને છેલ્લે છેલ્લે
રમેશ મહેતાનો ડાયલોગ
“ઓહો…હો…હો… કયાં ગામનો ગોરી…