વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવ મંદિરઅને સમુદ્ર તટ વોક-વે : યોગમય બન્યાના દ્રશ્યોનો લોંચ થનારી ફિલ્મ માટે દ્રશ્યો કચકડે મઢાયા ફિલ્મ શુટીંગ કરાયું

ર1 જુન વિશ્વ યોગ દિવસ પૂર્વે રાજય યાદ બોર્ડ અને રમતગમત વિભાગ દ્વારા ભારતના બાર જયોતિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે ખાસ ટીમ સાથે જઇ યોગ માટેની પ્રેકટીસ કરાવી તેનું ફિલ્માંકન કરવામાં આવ્યું.

આગામી ર1 જુને વિશ્વ યોગ દિવસ હોઇ આ દિવસે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. અને આ વરસના યોગ દિવસની થીમ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ અનુસાર ગુજરાત રાજયના ઐતિહાસિક, ધાર્મિક, આઇકોનીક એવા 75 સ્થળો  પસંદ કરાયા છે. કારણ કે આઝાદી કા અમૃત મહોત્સવ 75 વરસ ઉજવણી ચાલુ છે.

જેના ભાગરુપે વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મંદિરપરિસર ખાતે 1રપ જેટલા યોગ સાધકોને બોલાવી યોગના આસનો કરતા હોય તે ડોકયુમેન્ટરી ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યું.

આવી જ રીતે સોમનાથ સમુદ્ર તટના વોક-વે ઉપર યોગ નિર્દેશન આસનોના ખાસ શુટીંગ કરવામાં આવ્યું. 21 જુન યોગ દિવસ પૂર્વે આ ફિલ્મનું વડાપ્રધાન નરેન્દ મોદીના હસ્તે લોચીંગ કરવામાં આવશે.

યોગના પ્રોત્સાહન અને લોકોમાં અત્યારથી જ જાગૃતિ આવે તે હેતુ માટે આ ફિલ્માંકન કરાયેલ છે. સોમનાથની સાથો સાથ જુનાગઢ ખાપરા કોડિયા ગુફા, દામોદર કુંડ, ગિરનાર, ગીર-સાસણ અને દેવાળીયા પાર્ક સહીતના અન્ય હેરીટેઝ સ્થળોએ પણ કચકડે કંડારવામાં આવ્યા  છે. ગીર સોમનાથ જીલ્લા રમતગમત સાંસ્કૃતિક યુવક અધિકારી હરેશ મકવાણા અને સોમનાથ મંદિર ટ્રસ્ટે આ રાષ્ટ્રીય કાર્યમાં સહયોગ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.