ફેમીલી કોર્ટમાં ટુંકી મુદ્ત માંગવા મુદ્ે મામલો ગરમાયો: માફી માંગતા ઘીના ઠામમાં ઘી પડ્યું

ફેમિલી કોર્ટમાં અરજદારના એડવોકેટ સાથે જામનગરના આરોપી ડોક્ટરે મુદત ટૂંકી રાખવા મુદ્દે ઝગડો કરી ફડાકો ઝીંકી દીધો હતો. અને બંને વચ્ચે સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો.

આ અંગે સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના રેડીયોલોજીસ્ટ ડોક્ટર રાજકોટ ફેમિલી કોર્ટમાં આજે મુદતમાં આવ્યા હતા ત્યારે મુદ્દત ટૂંકી રાખવા મુદ્દે અરજદારના વકીલ સાથે બોલાચાલી કરી હતી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રેડિયો લોજીસ્ટ ડોક્ટરે અરજદારના વકીલ સાથે ઝઘડો કરી ગાળો ભાંડી ફડાકો ઝીંકી દીધો હતો.  ઘટનાને પગલે ફેમિલી કોર્ટમાં વકીલો એકઠા થઈ ગયા હતા

બાદમાં અરજદારના વકીલને ફડાકો મારી ઝીંકનાર રેડિયોલોજિસ્ટ ડોક્ટર રાજકોટના એડવોકેટના સાળા અને રેડિયોલોજીસ્ટ ડોક્ટરના પિતા નિવૃત એએસઆઈ અને તેના મામા એસપીના ડ્રાઇવર હોવાની વિગત સામે આવતા અંતે સિનિયર જુનિયર વકીલોની સમજાવટથી અરજદારના એડવોકેટ અને ફડાકો ઝીંકનાર રેડિયોલોજિસ્ટ ડોક્ટર વચ્ચે સમાધાનનો તખતો તૈયાર કરવામાં આવ્યો હતો અને ફડાકો ઝીંકી દેનાર ડોક્ટરે અરજદારના એડવોકેટની માફી માંગતા મામલો થાળે પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.