તણાવયુકત જીવનમાંથી શાંતિ તરફની આગેકુચ કરવાના લક્ષ્ય સાથે શહેરમાં નવું સોપાન

અદ્યતન સુવિધા અને તકનીકથી સજજ તજજ્ઞો આપશે રાજકોટવાસીઓને તાલીમ

૨૧મી સદીમાં લોકો ડિપ્રેશનનો ભોગ બનતા નજરે પડે છે ત્યારે સ્ટ્રેસને કેવી રીતે દુર કરવો એ પણ એટલું જ જરૂરી છે ત્યારે કોરોનાના સમયમાં પણ લોકોને પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃતતા આવી છે ત્યારે આ સ્થિતિને ધ્યાને લઈ રંગીલા રાજકોટમાં ધ ડિવાઈન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો શરૂ કરવામાં આવ્યો છે જેમાં યોગા, જીમનાસ્ટીક, કરાટે સહિત અનેક પ્રવૃતિઓ થકી લોકોના તણાવમુકત જીવનને શાંતીમાં રૂપાંતરિત કરવા માટેના વિચાર સાથે નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. ધ ડિવાઈન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો ખાતે અદ્યતન સુવિધાઓ અને તકનીકથી સજજ તજજ્ઞો રાજકોટવાસીઓને તાલીમ આપશે. સંસ્થાના સ્થાપકોનું માનવું છે કે ધ ડિવાઈન યોગા સ્ટુડિયોમાં મહતમ લોકો ભાગ લે અને પોતાને ઉદભવિત થતા સ્ટ્રેસમાંથી મુકત થાય. રાજકોટમાં આ પ્રકારનાં ઘણાખરા તાલીમવર્ગો જોવા મળી રહ્યા છે પરંતુ ધ ડિવાઈન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયમો અન્ય તમામથી પૂર્ણત: ભિન્ન છે. ધ ડિવાઈન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના ઉદઘાટન પ્રસંગે જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણા, લોક ગાયક કિર્તીદાન ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત  રહ્યા હતા.

ફિટ ઈન્ડિયા મુવમેન્ટ એ વડાપ્રધાન મોદીનો દ્રઢ સંકલ્પ: અર્જુનસિંહ રાણા

DSC 0173

ગુજરાત સ્વર્ણીમ સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિર્ઘદ્રષ્ટા છે અને તેમના દ્વારા જે ફિટ ઈન્ડિયા મુમેન્ટને શરૂ કરવામાં આવી છે તેને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીના દ્રઢ સંકલ્પને ધ્યાને લઈ ફિટ ઈન્ડિયા મુમેન્ટને જન આંદોલન બનાવવામાં આવ્યું છે જેમાં ફિટ ઈન્ડિયા મુમેન્ટ સાથે જોડાયેલા હજારોની સંખ્યામાં લોકો અન્ય લોકોને પણ જાગૃત કરી રહ્યા છે. તેમની ટીમ રાજયની મહા વિશ્ર્વ વિદ્યાલયો, સ્કુલો, કોલેજોમાં જઇ ફિટ ઈન્ડિયા મુમેન્ટને પ્રમોટ કરી રહ્યું છે. ફિટ ઈન્ડિયા મુમેન્ટમાં લોકોએ તેમના સાત્વીક આહાર, તેમની સ્વસ્થતા અંગે જાગૃત થવું એટલું જ જરૂરી છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ફિટ ઈન્ડિયા મુમેન્ટ બાદ ફિટ ગુજરાત મુમેન્ટ શરૂ કરી છે જેમાં તેઓ બ્રાન્ડ એમ્બેસેડરની સાથે તેઓ નોડલ અધિકારી પણ છે. તેઓએ માહિતી આપી હતી કે, સાડા છ કરોડ ગુજરાતીઓને આ જન આંદોલનમાં જોડાવવું જોઈએ અને માનસિક રીતે ફિટ બની તમામ પ્રકારના નિર્ણયો સહજતાથી લેવા જોઈએ જેનાથી રાષ્ટ્રની અને તેમની વ્યકિતગત ઉન્નતિ થઈ શકે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા સ્વચ્છતા સંગ સ્વસ્થતા મંત્રને સિઘ્ધ કરવા માટે લોકોએ એક થવું એટલું જ જરૂરી છે. તેઓએ ડિવાઈન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો કે જે નવું સોપાન રાજકોટ ખાતે શરૂ થયું છે તેની પણ અભિવ્યકિત કરતા સંસ્થાપકોને બિરદાવ્યા હતા.

પવિત્ર નામ સાથે લોકોને સકારાત્મક ઉર્જા મળી રહે તે મુખ્ય હેતુ: અર્જુન ઠાકર

DSC 0143

ધ ડિવાઈન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોના મેનેજીંગ ડાયરેકટર અર્જુન ઠાકરે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ ૧૪ વર્ષથી જીમનાસ્ટીક અને યોગા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને હાલ તેઓ આત્મીય કોલેજ ખાતે પણ પોતાની સેવા બજાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ કોરોના દરમિયાન ફિટનેસને લઈ ઘણાખરા પ્રશ્ર્નો ઉદભવિત થયા હતા તે સ્થિતિને ધ્યાને લઈ લોકોને એક જ સ્થાન પર તમામ પ્રશ્ર્નોનું નિવારણ અને નિરાકરણ મળી રહે તે માટે ધ ડિવાઈન યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો શરૂ કરવામાં આવ્યો છે. આ પવિત્ર નામ સાથે લોકોને સકારાત્મક ઉર્જા પણ મળી રહેશે જે સ્ટુડિયોનો મુખ્ય હેતુ છે. નવા સોપાનમાં બહેનો અને બાળકો માટે અનેકવિધ પ્રવૃતિઓ રાખવામાં આવી છે જેનાથી તેમનો સર્વાંગી વિકાસ પણ પૂર્ણત: શકય બનશે સાથો સાથ તેઓને સેલ્ફ ડિસીપ્લીનનો પણ અભ્યાસ કરાવવામાં આવશે. અન્ય સંસ્થાઓની સરખામણીમાં ધ ડિવાઈન યોગા લોકોને પોતાનાપણુ આપવા માટે હરહંમેશ પ્રેરીત રહે છે જેથી અન્યની સરખામણીમાં ધ ડિવાઈન યોગા પોતાની એક અલગ જ છાપ ઉભી કરી છે.

ફિટ ઈન્ડિયા અભિયાન હેઠળ લોકોએ લેવો જોઈએ મહતમ લાભ: હાર્દિક પટેલ

DSC 0144

ધ ડિવાઈન યોગાના એમડી હાર્દિકભાઈ પટેલે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ સ્ટુડિયો શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે લોકો કોઈ એક પવિત્ર જગ્યા ઉપર પોતાનામાં રહેલી આંતરીક ઉર્જાને નિખારે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે. તેઓએ રાજકોટની જનતાને અપીલ કરતા પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી દ્વારા જે ફીટ ઈન્ડિયા મુમેન્ટ શરૂ કરવામાં આવી છે તેનો મહતમ લાભ તેમના દ્વારા લેવામાં આવે. વધુમાં તેમણા જણાવ્યા મુજબ લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતતા કેળવાય તે માટે ગુજરાત સરકાર અને આયુષ મંત્રાલય ઘણીખરી રીતે મહેનત કરી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ હજુ સુધી કોરોનાની રસી બહાર આવી નથી ત્યારે લોકોને પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એ એટલું જ જરૂરી છે જેથી હાલના તબકકે કોરોનાને નાથવા માટે યોગ એકમાત્ર ઔષધિ છે કે જે શરીરને મજબુત અને સ્વસ્થ રાખે છે. અંતમાં તેઓએ માહિતી આપી હતી કે, મહિલાઓ અને બાળાઓની તબિયત સારી રહેશે તો તે તેમનું તેમના પરીવારનું અને રાષ્ટ્રના નિર્માણમાં સિંહ ફાળો આપી શકશે. તેમના જણાવ્યા મુજબ વહેલી સવારના ૧૦ થી ૧૫ મિનિટનો વ્યાયામ સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે જેનું પાલન દરેક લોકોએ કરવું જોઈએ.

કોરોના કાળમાં સ્વાસ્થ્ય માટે લોકોએ જાગૃત થવુ અત્યંત જરૂરી: ચાંદની મહેતા

DSC 0145

ધ ડિવાઈન યોગા સ્ટુડિયોના ચાંદની મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોરોનાએ લોકોને ઘણુ બધુ શીખવ્યું છે. તેમના જણાવ્યા મુજબ હાલ લોકો પોતાની રોગપ્રતિકારક શકિત વધારવા માટે ઘણાખરા અંશે જાગૃત પણ થયા છે. ચાંદનીબેનના જણાવ્યા મુજબ લોકોએ સ્વાસ્થ્યને ધ્યાને લઈ જાગૃત થવું અત્યંત જરૂરી છે. તેઓએ માહિતી આપી હતી કે, હાલના સમયમાં મહિલાઓએ ઘણા તબકકામાંથી પસાર થવુ પડે છે તે સમયગાળા દરમ્યિાન જો તેઓ માનસિક, શારીરિક અને ઈમોશનલ લેવલ ઉપર સ્ટ્રોંગ નહીં બને તો તેઓને ઘણીખરી રીતે તકલીફનો સામનો કરવો પડશે. આ તકે તેમના જણાવ્યા મુજબ આ પ્રકારની કોઈ ગંભીર સમસ્યા મહિલાઓમાં ઉદભવિત ન થાય તે માટે યોગ સાધના, ઝુમ્બા જેવી પ્રવૃતિઓ તેમના સફળતા પાછળની સૌથી સફળ ચાવી છે જેનો ઉપયોગ થવો અત્યંત જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.