શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સુબોધિનીને કેન્દ્રમાં રાખી ૧૦માં સ્કંધના કેટલાક કથા શોનું વર્ણન
રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ પર મવા ચોકડી પાસેના શિવપાર્કમાં આવેલ દ્વારકેશ ભવન હવેલી દ્વારા યોજાયેલા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના દ્વિતીય દિને બપોરે ૩ થી ૬ દરમ્યાન વ્યાસપીઠેથી વિદ્વાન કથાકાર ભાગવત મર્મજ્ઞ શાસ્ત્રીજી સતિષકુમાર શર્માજીએ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભ મહાપ્રભુજીની અવિનાશી દિવ્ય રચના સુબોધિની ને કેન્દ્રમાં રાખીને ભાગવતના ૧૦મા સ્કંધના કેટલાક કથાંશો વર્ણવતા કહ્યું કે, માતાનો પ્રેમ શુઘ્ધિ, નિર્વિકાર અને નિષ્કામ હોય છે. માતા જશોદાના આનંદ અને વાત્સલ્યની વાત કરતાં કહ્યું કે, વાસ્તલ્યની સરિતા હંમેશા વાંધા જ કરે છે નદીને ખબર નથી હોતી કે, કયાં પહોંચવું છે, પ્રેમ વહેતી સરિતા છે. દરેક સંબંધમાં પ્રેમની ભૂમિકા અગ્રસ્થાને હોય છે. પ્રેમ નષ્ટ થાય ત્યારે સંબંધો સ્વાર્થના બની જાય છે.
શાસ્ત્રીજીએ કથા ઉપક્રમમાં કહ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ યોગીઓના ઇશ્વર છે. યોગ દ્વારા જીવનને ઉન્નત બનાવી શકાય છે. શ્રી કૃષ્ણએ પોતાની યોગ લીલાથી યદુવંશીઓ માટે દ્વારિકાપુરી નામનો સમુદ્ર દુર્ગ બનાવ્યો હતો, તેમના જીવનમાં પાંચ લીલાઓના દર્શન થાય છે.. સંહાર લીલા, પ્રેમ લીલા, અદભુત લીલા, જ્ઞાન લીલા અને યોગલીલાનો સમાવેશ થાય છે. ભગવાનના દરેક નામ લીલાત્મક અને કલાત્મક છે. મહાપ્રભુજીએ સુબોધિનીમાં નામની વ્યાખ્યા આપી છે. જેનામાં નમવાની શકિત છે તેને નામ કહેવાય ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિના સ્વામી છે. તેમનામાં પ્રકૃતિના પાંચેય તત્વોનું દર્શન થાય છે. પૃથ્વી, જલ, વાયુ, આકાશ અને અગ્નિ, તેમણે આ પાંચેય તત્વોને અલૌકિક કર્યા, વેણુનાદ કરીને વાણી તત્વને અલૌકિક કર્યુ, કાલીનાગનું દમન કરીને જલતત્વને અલૌકિક કર્યુ…
શ્રી રામ અને શ્રી કૃષ્ણ અવતારી પુરૂષો નહોતા ત્યારે પણ ભગવાન શંકર હતા. તે આદિદેવ છે., શ્રી રામ મર્યાદા પુરૂષોતમ છે. જયારે શ્રીકૃષ્ણ પૂર્ણ પુરૂષોતમ છે. રામ હંમેશા મર્યાદાના વર્તુળમાં જ રહેતા. શ્રી કૃષ્ણ પ૦૦ વર્ષથી સતત વહીયા કરતી પ્રેરણાનો મહાસાગર છે. જયાં આત્મ સમર્પણ નથી ત્યાં પ્રેમ નથી શ્રી વલ્લભ મહાપ્રભુજી ભૂતકાળ નથી. સદૈય બિરાજન વર્તમાન છે.
રાજકોટના આંગણે યોજાયેલ આ પ્રેરણાદાયી દિવ્ય સત્સંગનો લાભ લેવા શહેરના વૈષ્ણવ મહાનુભાવો સુખાભાઇ કોટડીયા, રવજીભાઇ દઢાણીયા, ગોવિંદભાઇ મકવાણા, યુનિતભાઇ ચોવટીયા, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, અરવિંદભાઇ પાટડીયા, જીતુભાઇ ધોળકીયા, સંજયભાઇ અજુડીયા, અંતુભાઇ સોની, વિનુભાઇ ડેલાવાળા, ભગવાનજલભાઇ વાછાણી વગેરેએ સંયુકત નિદેદનમાં અનુરોધ કર્યો છે.