ગોંડલ સ્તિ શ્રી રામજી મંદિર ખાતે પુ. હરિચરણદાસજી મહારાજના જન્મોત્સવ કાર્યક્રમમાં ઉપસ્તિ રહેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
આજે સવારે રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે શ્રી રામજી મંદિરે પૂ. સ્વામી હરિચરણદાસજી મહારાજના ૯૬ માં પ્રાગટ્ય દિવસે બ્રહ્મ ચોર્યાસી સહીત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્તિ રહ્યાં હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના નાગરિકોના આરોગ્યની ખેવાનાનો પ્રતિઘોષ ઉચ્ચારતાં જણાવ્યું હતું કે સંસઓ દ્વારા ચલાવતી મલ્ટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ્સને વિશેષ અનુદાન ફાળવવા રાજ્ય સરકાર વિચારશીલ છે. શ્રી રામજી ચેરીટેબલ હોસ્પિટલ એ વાતનું પ્રમાણ છે કે દિવ્ય ઈશ્વરીય કાર્ય નાણા સાધન સમયના અભાવે કદી અટકતું ની તેમ રુપાણીએ ગૌરવ સો ઉમેર્યું હતું.
તેમણે ચાલુ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવેલા રૂ. ૯૭૦૦ કરોડનો ઉલ્લેખ કરતા જાહેર કર્યુ હતું કે, કોઇપણ પ્રકારના ગંભીર ઓપરેશન માટે રાજ્ય સરકાર રૂ. ૩ લાખ તા, ની રિપ્લેસમેન્ટ માટે એક પગ દીઠ રૂ. ૪૦ હજાર મળી કુલ રૂ. ૮૦ હજાર ચૂકવશે. મુખ્યમંત્રીની આ જાહેરાતને ઉપસ્તિ સૌ કોઈએ તાળીઓના ગડગડાટી વધાવી લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ લોક-કલ્યાણ લક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી આ યોજનાઓનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ સ્વામી હરિચરણદાસજી મહારાજને ગુજરાતનું ગૌરવ ગણાવતા ગોંડલ સોના તેમના સંસ્મરણો તાજા કર્યા હતાં અને રાજ્યના ગરીબો – પીડિતો શોષિતોની સેવા કરનારા સંત રણછોડદાસજિ બાપુના સેવાકાર્યોનો નતમસ્તકે ઋણ સ્વીકાર કર્યો હતો. શ્રી રામજી હોસ્પિટલ ખાતે ઈ રહેલી આરોગ્યલક્ષી સેવાઓની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી અને કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યાં હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આંખ વિભાગના નવ નિર્માણનું ભૂમિપૂજન, આંખ વિભાગ, લેસર તા સોનોગ્રાફીના મશીનનું લોકાર્પણ, નવા સ્ટાફ કવાર્ટસનું ભૂમિપૂજન અને પૂ. માં સ્વામી સોના મારા અનુભવો પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ફૂલહારી સ્વગત કરાયું હતું. જન્મદિન શુભકામના વ્યક્ત કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પુ. હરિચરણદાસજી મહારાજને પુષ્પ હાર પહેરાવી તેમજ શાલ ઓઢાડીને અભિવાદન કર્યુ હતું. કાર્યક્રમનો પ્રારંભ મંગલદીપ પ્રાગટ્ય હરિચરણદાસજી મહારાજ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય સંતો-મહંતો અને મહાનુભાવોના હસ્તે કરાયો હતો.
સંત રાઘવાચાર્યાજી મહારાજે પ્રાસંગિક પ્રવચનમાં હરિચરણદાસજી મહારાજ દ્વારા વિવિધ સેવાના પ્રકલ્પોની સરાહના કરી હતી. આ પ્રસંગે શાળા ભવનના નવનિર્માણ માટેની જાહેરાત કરાઈ હતી. તેમજ દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજે મુખ્યમંત્રી સહીત તમામને આશીર્વચન પાઠવ્યાં હતાં. સંસનો પરિચય નીતિનભાઈ રાયચુરાએ આપ્યો હતો તેમજ પ્રારંભિક પ્રવચન કિશોરભાઈ ઉનડકટે કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રામજી મંદિરમાં ગત તા. ૧૭ માર્ચ ી ૩૧ માર્ચ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન સાવલિયા, ગોંડલ માર્કેટયાર્ડના પ્રમુખ જયંતીભાઈ ઢોલ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, વીરપુર જલારામબાપા મંદિરના ગાદીપતિ રઘુરામબાપા, ભુવનેશ્વરી પીઠના પુ.આચાર્ય ઘનશ્યામજી મહરાજ , ક્રિકેટર ચેતેશ્વર પુજારા, અગ્રણી રમેશભાઈ ધડુક, ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન યતિશભાઈ દેસાઈ, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, ડી. આઈ. જી. પટેલ, જિલ્લા પોલીસ વડા અંતરીપ સૂદ, સંતો રાઘવાચાર્યાજી, મહારાજ ડો. રામેશ્વરદાસજી મહારાજ સહીત મોટી સંખ્યામાં ભાવિકો તેમજ નગરજનો ઉપસ્તિ રહ્યાં હતાં.