બાગેશ્વર ધામના બાબા બાગેશ્વરનો ફરી એકવાર ગુજરાતમાં દિવ્ય દરબાર ભરાશે, સમાચાર છે કે, આ વખતે બાબા ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કચ્છમાં આગામી સમયમાં ભરાશે. મળતી માહિતી પ્રમાણે, બાબા બાગેશ્વર ધામના આચાર્ય ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આગામી 26 થી 30 તારીખ સુધીમાં યોજાશે. કચ્છ જિલ્લામાં ફરી એકવાર છતરપુર વાળા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીના ગાંધીધામના દિવ્ય દરબારને લઇને ફૂલ પ્રૂફ તૈયારીઓ

આગામી સમયમાં બાબા બાગેશ્વરધામ ધીરેન્દ્ર શાસ્ત્રીનું પૂર્વ કચ્છ ગાંધીધામમાં આગામન થશે, જ્યાં તેઓ ૨૬ થી ૩૦ તારીખ સુધી ભક્તો સાથે પોતાનો દિવ્ય દરબાર યોજશે. ખાસ વાત છે કે આ દરમિયાન બાગેશ્વર ધામની હનુમંત કથા માટે ધ્વજારોહણ અને બાઈક રેલી યોજવામાં આવી હતી, અને સાથે સાથે મંડપ મુહુર્ત અને ધ્વજારોહણ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતુ. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગાંધીધામના આ દિવ્ય દરબારને લઇને ફૂલ પ્રૂફ તૈયારીઓ કરવામાં આવી છે, ગાંધીધામના આ દિવ્ય દરબારમાં રોજ ૩૦ થી ૪૦ હજાર લોકો આવશે અને જેના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મૂળ મધ્યપ્રદેશના છે. એવું કહેવાય છે કે બાગેશ્વર ધામ સરકારના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીના સાક્ષાત દર્શન થયા છે. તેમના ચમત્કારોના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વભરમાં જાણીતા છે. તે પોતાના ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ ચિઠ્ઠી દ્વારા કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત બાગેશ્વર ધામમાં અરજી કરે છે તેમની તમામ સમસ્યાનું સમાધાન ધીરેન્દ્ર શાસ્ત્રી એક કાગળ પર લખીને આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.