રાજકોટમાં જૈન ઉપાશ્રયમાં એક સાથે 6 સંતો અને 75 સાધ્વીજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ થવાનું છે તે રોયલ પાકૅ ઉપાશ્રયની પાવન એવમ્ પવિત્ર ભૂમિનું મહાત્મય જાણીએ…

તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.,અધ્યાત્મયોગિની પૂ.લીલમબાઈ મ.સ.,ઉત્સાહધરા પૂ.ઉષાબાઈ મ.સ.ની અલૌકિક પાલખી રોયલ પાકૅ ઉપાશ્રયેથી નીકળેલ….

ધમૅ નગરી રાજકોટના ધમૅ સ્થાનકના મહાત્મયની વાત થતી હોય ત્યારે શહેરના નવા વિસ્તારમાં ગાદિપતિ ગીરીશચંદ્ગજી મ.સા.માગૅ પર રોયલ પાકૅ શેરી નં.8 ઉપર આવેલ ” શ્રી રોયલ પાકૅ ઉપાશ્રય “ નું નામ ધમૅ પ્રેમીઓના મુખ ઉપર આવ્યા વગર રહે નહીં.આ ધમૅ સ્થાનકના સ્થાપક પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે માહિતી આપતા જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાને જણાવ્યું કે 1994 માં નિમૉણ પામેલું નવા રાજકોટના નવલા નઝરાણા સમુ ધમૅ સ્થાનક એક અણમોલ ભેટ છે.વધુમાં તેઓએ કહ્યું કે પૂ.ભાગ્યવંતાબાઈ મ.સ.ના સંથારાના એ દિવસો દરમ્યાન તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.નું સુજ્ઞ શ્રાવકોએ ધ્યાન દોર્યુ કે નવા રાજકોટ કાલાવડ રોડ ઉપર જૈનોના ઘર વધી રહ્યાં છે પરંતુ આજુ – બાજુમાં કયાંય ધમૅ સ્થાનક નથી.દીઘૅ દ્રષ્ટિવંત પૂ.ગુરુદેવે તેઓના અનન્ય ભક્ત ભામાશા ઓમાનવાલા રમણીકલાલ નાગરદાસ શાહ વગેરેને મળેલ સંપત્તિનો સદ ઉપયોગ કરી પૂણ્યાનુબંધી પૂણ્ય ઉપાજૅન કરવાનો સંકેત કર્યો અને બહુ જ ટૂંકા સમયમાં રોયલ પાકૅ ઓમાનવાલા ઉપાશ્રયનું નવ નિમૉણ થઈ ગયું.

રોયલ પાકૅ ઉપાશ્રય એટલે નવા રાજકોટનું નવલું નઝરાણું….

ઐતિહાસિક સમૂહ ચાતુર્માસની દિવ્ય અને ભાગ્યશાળી ભૂમિ….

1997 માં તપોધની પૂ.ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના કેન્દ્રીય સાનિધ્યમાં એક સાથે 85 પૂ.સંત – સતિજીઓનું આ ભૂમિ ઉપર ચાતુર્માસ પ્રાપ્ત થયું અને રોયલ પાકૅની આગવી ઓળખ ઊભી થઈ.ગોં.સં.ના પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.,સંઘાણી સંપ્રદાયના સ્વ.પૂ.નરેન્દ્ર મુનિ મ.સા.સહિત અનેક પૂ.સંત – સતિજીઓએ આ ભૂમિ ઉપર ચાતુર્માસનો મહામૂલો લાભ આપેલો છે.સ્થાનકવાસી વિવિધ સંપ્રદાઓના ઉપકારી પૂ.સઅંત – સતિજીઓ શેષકાળમાં પધારી આ ભૂમિને પાવન કરેલી છે.સામાજિક અને રાજકીય હસ્તીઓનું અવાર – નવાર રોયલ પાકૅ ઉપાશ્રયે દશૅનાર્થે આવાગમન રહે છે.રાજકોટના રીક્ષાવાળાઓ પણ આ પાવન ભૂમિથી પરિચિત છે. સ્ટેશનેથી ઉતરી એટલું કહો કે રોયલ પાકૅ ઉપાશ્રયે જવું છે એટલે તેઓ રીક્ષા સીધી રોયલ પાકૅ ધમૅદ્રારના દરવાજા સુધી પહોંચાડી દેશે.આ ધમૅ સ્થાનક વિશે ચતુર્વિધ સંઘ કહે છે કે… ” નિત્ય પ્રાથૅના,પ્રવચન અને આગમ વાચના થતી હશે,
પ્રતિક્રમણ અને સ્વાધ્યાયની ગૂંજ રણકતી હશે.”

ગ્રે – નાઈટ મારબલ – પથ્થરોમાંથી કંડારેલ સિંહાસન ઉપરથી પ્રવચન થતું એક માત્ર જૈન ધમૅ સ્થાનક…..

રોયલ પાકૅ ઉપાશ્રયની રેતીનો એક – એક કણ ધન્ય છે.કારણ કે આ જગ્યા ઉપર પૂ.સાહેબજી લીલમબાઈ મ.સ.પરમાત્માની આગમ વાચના નિત્ય કરતાં. અહીં પ્રવેશતા જ આગમ ગાથા ગૂંજવા લાગે છે.ભાવિકોના હ્રદયમાથી ભક્તિની સરવાણી છલકવા માંડે છે.આ ધમૅ સ્થાનક અસંખ્ય આત્માઓના આસ્થાનું,અધ્યાત્મનું,ભક્તિનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.આ ભૂમિ વિશે કહે છે કે અહીંથી જ મને તપ સમ્રાટ જેવા ગુરુ અને પિયુષમુનિ જેવા પ્રથમ શિષ્ય મળ્યાં છે.એવું કહેવાય છે કે પૂ.ગુરુદેવ નમ્ર મુનિજી તપ સમ્રાટના સંપર્કમાં આવ્યા પછી તેઓ અહૈતુકી અનન્ય કૃપાના અપૂવૅ દ્ગષ્ટાંત રૂપ બની ગયાં છે.આ પાવન ભૂમિના પૂણ્ય પ્રતાપે અનેકોનેક સુઅવસર ઊજવવાના પ્રસંગો પ્રાપ્ત થયા છે.તેમાં પણ સૌથી ઐતિહાસિક સોનેરી ક્ષણ હોય તો એ છે કે વતૅમાનમાં દેશ – વિદેશમાં  ” જૈન આગમ ” સુલભ બન્યાં છે તે આ ઉપાશ્રયની દેણ છે.” ગુરુ પ્રાણ ફાઉન્ડેશન પ્રકાશિત આગમ બત્રીસી ‍ચતુર્વિધ સંઘને સ્વાધ્યાયમાં સહાયરૂપ બને છે.શ્રુત જ્ઞાનનું આ કાયૅ રોયલ પાકૅ ઉપાશ્રય માટે ગવૅ એવમ્ ગૌરવરૂપ ગણાય છે.

આગમ પ્રકાશન,પૂ.પિયુષમુનિ – પ્રિયલબાઈની સાથે દીક્ષા અવસર ભવ્ય રીતે ઊજવાયેલ…

અહીં અનેક આત્માઓની દીક્ષા થયેલી છે.તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.,ઉત્સાહધરા પૂ.ઉષાબાઈ મ.સ.,અધ્યાત્મ યોગિની પૂ.લીલમબાઈ મ.સ.ની જય જય નંદા,જય જય ભદાના પ્રચંડ જયઘોષ સાથે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય પાલખી યાત્રા નીકળેલ. તપ સમ્રાટ તીથૅ ધામના સંયોજકડોલરભાઈ કોઠારીએ જણાવ્યું કે જે સ્થાન ઉપર તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના પાર્થિવ દેહને અંતિમ દશૅનાર્થે રાખેલો તે પવિત્ર સ્થાને ગ્રે – નાઈટ,પથ્થરોમાંથી કંડારેલ સિંહાસન (પાટ ) સ્થાપિત કરેલ છે અને પથ્થરના સિંહાસન ઉપરથી પ્રવચન થતું આ કદાચિત એક માત્ર સ્થાનકવાસી જૈન સમાજનું ધમૅ સ્થાનક છે.પ્રવચન હોલમાં ” બત્રીસ જૈનાગમ “સુંદર રીતે ગોઠવેલા છે જે દશૅનીય લાગે છે.રોયલ પાકૅ ઉપાશ્રયમાં સુંદર મજાનું શાતાકારી આયંબિલ ભવન છે,શ્રી ડુંગર સિંહજી લાઈબ્રેરી છે,જૈન પાઠશાળા તથા ધાર્મિક સાથે સમાજપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓથી આ ક્ષેત્ર બારેમાસ ધમધમે છે.

વૈયાવચ્ચ રત્ન ચંદ્રકાન્તભાઈ શેઠના માતબર અનુદાનથી આ ધમૅ સ્થાનકનુ નૂતનીકરણ થયું અને ” સી.એમ.શેઠ પૌષધ શાળા”ના નામકરણ સાથે તાજેતરમાં તેનું દ્ગાર ઉદઘાટન થયું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.