Abtak Media Google News
  • આજે જૈવિક વિવિધતાનો આંતરરાષ્ટ્રીય દિવસ
  • જૈવિક વિવિધતા એ ભાવિ પેઢીઓ માટે બહુમૂલ્ય ધરાવતી વૈશ્વિક સંપત્તિ : આ વિવિધતાનું નુકસાન આપણા સ્વાસ્થ્ય સહિત બધાને જોખમમાં મૂકે છે: આપણી ભાવિ પેઢી સ્થિર , સ્વસ્થ વાતાવરણમાં જીવન જીવી શકે તેવું નિર્માણ કરો
  • આ વર્ષની થીમ “યોજનાઓનો ભાગ બનો” આનો હેતુ સરકારો, આદિવાસી લોકો, સ્થાનિક સમુદાયો, બિન સરકારી સંસ્થાઓ, વ્યવસાયકારો અને પૃથ્વી પર વસતો દરેક માનવી જૈવ વિવિધતા યોજનાના અમલીકરણને સમર્થન આપવા માટે તેમના પ્રયત્નો કરીને પોતાની સામેલગીરી નોંધાવે અને તેની જાગૃતિ લાવે

યુનાઇટેડ નેશન્સ દ્વારા જૈવ વિવિધતાના મુદાઓની સમજ અને જાગૃતિ વધારવા દર વર્ષે રરમી મેના રોજ જૈવિક વિવિધતાનો દિવસ વૈશ્ર્વિક સ્તરે ઉજવાય છે. 1993 ના અંતમાં આ સમસ્યામાં જાગૃતિ લાવવા જૈવિક વિવિધતાનો દિવસ વૈશ્ર્વિક સ્તરે  ઉજવાય છે.  આ વર્ષનું લડત સુત્ર યોજનાઓનો ભાગ બનો છે. આપણાં પૃથ્વી ગ્રહની ભાવી પેઢી માટે માટે સ્થિર, સ્વસ્થ વાતાવરણમાં જીવન જીવી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવું જ પડશે. જૈવ વિવિધતા એ સજીવ વચ્ચે જોવા મળતી વિવિધતા છે, જેમાં પ્રજાતિઓ અને તેની ઈકો સિસ્ટમ વચ્ચેની જાતોની વિવિધતા સામેલ છે.

જૈવિક વિવિધતાના ત્રણ પ્રકારોમાં આનુવંશિક વિવિધતા, વંશીય વિવિધતા, અને ઇકો સિસ્ટમ વિવિધતા છે. ઇકોલોજી વિવિધતા એ પૃથ્વી પર જોવા મળતી ઇકો સિસ્ટમની વિવિધતા છે, તેના વગર પૃથ્વી પર માનવ જીવન શક્ય નથી. વિવિધ મહાસાગરો, જંગલો, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, ટકાવ વિકાસ અને અન્ય ઘણા ક્ષેત્રોને અસર કરે છે, જૈવિક વિવિધતા પૃથ્વી પરની જીવનની જટિલ જાળી છે, જે માનવ સુખાકારી અને ઇકો સિસ્ટમના સ્વાસ્થ્ય માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 1985 થી આ પ્રચલિત શબ્દ જૈવ વિવિધતા પૃથ્વી પરના જીવનની વિવિધતા અને તેના દ્વારા રચાતી કુદરતી પેટર્નનું વર્ણન કરે છે.

આજના યુગમાં જમીનની અધોગતિ, દુષ્કાળ, આબોહવા પરિવર્તન જેવી ઘણી સમસ્યા જૈવિક વિવિધતા સાથે જોડાયેલી છે. જૈવિક સંશાધનોના રક્ષણના મહત્વ અને આપણા પર્યાવરણને આકાર આપવા જનજાગૃતિની તાતી જરૂરીયાત છે. આજનો દિવસ તેના ઉપર કાર્ય કરવાની યાદ અપાવે છે. હરિયાળુ વિશ્ર્વ હતું, પણ આપણાં સ્વાર્થ ખાતર તે જો આપણે જ બગાડી નાખ્યું તેથી ગ્લોબલ વોમિંગ જેવી સમસ્યાએ વિશ્ર્વને  ઘેરી લીધું છે, ત્યારે ફરી આપણે કાર્ય કરીને પૃથ્વીને હરિયાણી બનાવવી જ પડશે. આપણી આસપાસના છોડ, પ્રાણીઓ અને સુક્ષ્મ જીવોની વિવિધ પ્રજાતિઓ પુરતી આ સમસ્યા ન ગણતા તે દરેકની આનુવંશિક વિવિધતા તેમજ આપણાં ગ્રહની ઇકોસીસ્ટમની વિશાળ વિવિધતાનો સમાવેશ થાય છે. દરેક માનવીની પ્રતિબઘ્ધતા વગર આ કાર્ય શકય નથી ત્યારે તમે જે પરિવર્તન જોવા માંગો છો તે બનાવવાનો પ્રયત્ન કરો. 183 થી વધુ દેશેએ દસ વર્ષ પહેલા નૈરોબી ખાતે સંમેલનમાં સંમત થયા હતા. તે તમામ  મુદ્દા પર હવે યુઘ્ધના ધોરણે કામ કરવું જ પડશે. એક માત્ર આપણાં પૃથ્વી ગ્રહ પર જ માનવ વસવાટ શકય છે, ત્યારે તેની જાળવણી કરવી ફરજીયાત ગણી શકાય કારણ કે બીજે રહેવા જવાનો આપણી પાસે ઓપશન નથી.

મુખ્ય ત્રણ ઉદેશમાં જૈવિક વિવિધતાનું સંરક્ષણ, તેના ઘટકો નો ટકાઉ ઉપયોગ અને આનુવંશિક સંશાધનોના ઉપયોગથી લાભોની યોગ્ય અને સમાન વહેંચણી કરવી, એકશનથી કરાર, બિલ્ડ એક જૈવ વિવિધતા જે કોપ-1પ ના પરિણામો પર આધારીત છે. આપણે જૈવિક વિવિધતાને ઘણીવાર છોડ, પ્રાણીઓ અને સુક્ષ્મ જીવોની વિશાળ વિવિધતા સંદર્ભે સમજીએ છીએ. પણ દરેક પ્રજાતિઓમાં વારસાગત તફાવત જોવા મળે છે. પાકની જાતો, પશુધનની જાતિ વચ્ચે અને ઇકોસિસ્ટમ ની વિવિધતા ક્રિયા, પ્રતિક્રિયા જોવી પડે. તળાવો, જંગલો આપણે વિકાસને શહેરીકરણ જવી બાબતથી નષ્ટ કરતાં ઘણા જૈવિક વિવિધતાના પ્રશ્ર્નો ઉભા થયા છે. વર્ષોથી રહેતા પ્રાણીઓના આવાસો અને રહેઠાણ છિનવાતા તે જાતિ લુપ્ત થઇ ગઇ.

જૈવવિવિધતા સંશાધનોએ આધાર સ્તંભ છે, અને તેના ઉપર જ આપણે આપણી સંસ્કૃતિનું નિર્માણ કરી એ છીએ. માછલી લગભગ 3 અબજ લોકો ને ર0 ટકા પ્રાણી પ્રોટીન પુરુ પાડે છે. 80 ટકાથી વધુ માનવ આહાર છોડ દ્વારા પુરો પાડવામાં આવે છે. વિકાસ શીલ દેશોના લગભગ 80 ટકા લોકો મૂળભૂત આરોગ્ય સંભાળ માટે પરાંપરાગત છોડ આધારીત દવાઓ પર આધાર રાખે છે. જૈવવિવિધતાનું નુકશાન આપણા સ્વાસ્થ્ય સહિત બધાને જોખમમાં મુકે છે, તેની ખોટ ઝૂનોઝને વિસ્તૃત કરી શકે છે.

પ્રાણીઓમાંથી મનુષ્યોમા ફેલાયેલા રોગોની સામે જો આપણે જૈવ વિવિધતાને અકબંધ રાખીએ તો તે  વાયરસને કારણે થતા રોગચાળા સામે લડવા ઉત્તમ સાધનો પણ પ્રદાન કરે છે. જૈવ વિવિધતાએ ભાવી પેઢીઓ માટે  મોટા મુલ્ય ધરાવતી સંપતિ છે. આપણે કયારેય વિચાર્યુ જ નથી કે આપણે જે હવામાંથી શ્ર્વાસ લઇએ છીએ, અને જે આપણું પેટ ભરે છે. અને તેની ઉર્જાથી આપણે ઇંધણ તૈયાર કરીએ છીએ, જેમાંથી દવા બનાવીને આપણે ઇલાજ કરીએ છીએ, એ જ જો ન હોય તો આપણું શું થાય? માટે આપણે જવાબદારી સમજવી જ પડશે. આપણે થોડો સમય આપણી પ્રકૃતિના સંરક્ષણ માટે હવે કાઢવો જ પડશે. યુગો યુગોથી માનવ સમાજ ની જીવન પ્રણાલી જે ચલાવે છે તેને આજે આપણે ભૂલી ગયા છીએ કે નજર અંદાજ કરીએ છીએ.આપણે પ્રકૃતિ ઉપર નિર્ભર હોવા છતાં, દરરોજ આપણે એવા કામ કરીએ છીએ જેનાથી પૃથ્વીના દરેક પાસાને નુકશાન થાય છે કે તેને તબાહ કરી નાંખે છે. યુ.એન.ના અહેવાલ મજબ દશ લાખ પ્રજાતિઓ નાશ થવાનો આરે ઉભી છે. આજ કારણે રહેવા માટેની જગ્યા, પ્રદુષણ, બગડતું પાણી વિગેરે સમસ્યાઓ આવી રહી છે. આ વર્ષની થીમની સરળ સમાજમાં સમજોતાથી નક્કી કરેલી યોજનાઓમાં ભાગ લેવાની વાત કરે છે.  જૈવ વિવિધતા એટલે જ પૃથ્વી પર જીવનની વિવિધતા , તે માનવ સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે જરુરી છે. તે આપણને ખોરાક, પાણી, દવા અને બીજ ઘણી વસ્તુ પ્રદાન કરે છે.જૈવ વિવિધતા જલવાયુને નિયમન કરીને આપણને કુદરતી આફતથી બચાવે છે. છેલ્લા પ0 વર્ષમાં બધા જંગલી સ્તનધારીઓની પ્રજાતિઓમાં 60 ટકા નાશ પામી ગયા છે. પૃથ્વી પર બધા જીવના અસ્તિત્વનો મુખ્ય આધાર જૈવ વિવિધતા છે. માનવ જીવન માટે ખોરાક  પાણી અને કેટલાંક પાયાની જરુરીયાતની વસ્તુ પ્રકૃતિ દ્વારા જ મળતી હોય છે. જૈવિક વિવિધતાનું માનવ જીવનમાં મહત્વનું સ્થાન છે, અને પૃથ્વી પર માનવજીવન તેની જૈવ વિવિધતા વિના અશક્ય છે.

જમીનની અધોગતી, દુષ્કાળ, આબોહવા, પરિવર્તન જેવી ઘણી સમસ્યા જૈવિક વિવિધતા સાથે જોડાયેલી છે : જૈવિક સંશાધનોના રક્ષણના મહત્વ અને આપણાં પર્યાવરણને આકાર આપવા જનજાગૃતિની તાતી જરૂરીયાત : આપણી આસપાસના છોડ, પ્રાણીઓ અને સુક્ષ્મ જીવોની વિવિધ પ્રજાતિઓ સાથે દરેકની આનુવંશિક વિવિધતા તેમ જ આપણા ગ્રહની ઇકો સિસ્ટમ્સની વિશાળ વિવિધતાનો પણ સમાવેશ થાય છે: માનવીની પ્રતિબઘ્ધતા વગર સંતુલન પુન: સ્થાપિત કરવું ખુબ જ કઠિન છે, માટે તમે જે પરિવર્તન જોવા માંગો છે તે બનાવવાનો પ્રયત્નો કરો

જૈવિક વિવિધતા સંસાધનો એ આધાર સ્થંભ છે, જેના પર આપણે સંસ્કૃતિનું નિર્માણ કરીએ

જૈવિક વિવિધતાએ ભાવિ પેઢીઓ માટે વૈશ્વિક બહુમૂલ્ય સંપત્તિ છે. જૈવિક વિવિધતા સંશાધનોના આધાર પર જ આપણે આપણી સંસ્કૃતિ નિર્માણ કરીએ છીએ. તે ભાવી પેઢીઓ માટે બહુમુલ્ય સંપત્તિ છે. માછલી અંદાજે ત્રણ લોકોને 20 ટકા પ્રોટીન પ્રદાન કરે છે. 80 ટકા થી વધુ માનવ આહાર છોડ દ્વારા પૂરો પાડવામાં આવે છે.  જૈવ વિવિધતાનું નુકશાન આપણી સ્વાસ્થ્ય સહિત બધાને જોખમમાં મુકે છે. આપણી અમુક પ્રવૃતિને કારણે જ પ્રજાતિઓની સંખ્યામાં નોંધ પાત્ર ઘટાડો થઇ રહ્યો છે. આજની ઉજવણીનો હેતુ લોકોને જૈવિક વિવિધતાના રક્ષણમાં જોડવાનો છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.