કોંગો ફિવર સહિતના રોગચાળાને પગલે…
તાવ-શરદી , ઉઘરસ, મલેરીયા, ડેન્ગ્યુ બાદ કોગો ફિવરના શંકાસ્પદ દર્દીઓ દાખલ થતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું
રાજયભરમાં કોગો ફિવરે કહેર મચાવ્યો છે ત્યારે દિન પ્રતિદિન કોગો ફિવરના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય તંત્રમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. બે દિવસ પહેલા સુરેન્દ્રનગર,માં બે દર્દીઓના અને ભાવનગમાં એક દર્દીનું કોગો ફીવરના કારણે મોત નિપજતા આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યારે હળવદમાં એક સાથી ૪૦ દર્દીઓને શંકાસ્પદ કોગો ફીવર હોવાનું જાણવા મળતા તમામ દર્દીઓના બ્લડ સેમ્પલ પુને ખાતે નેશનલ લેબોરેટરી બાયરોલોજી ખાતે મોકલવામાં આવ્યા છે. સાથે ૧૧ દર્દીઓને રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ કતીરા પણ સીવીલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
રાજયભરમાં ભારે વરસાદ ના કારણે રોગચાળો વકર્યો હોય ત્યારે શહેરમાં ઘેર ઘેર માંદગીના ખાટલાઓ ઢળી રહ્યા છે. ત્યારે તાવ, શરદી, ઉઘરસ, મલેરીયા અને ડેન્ગ્યુ જેવા ફીવરની હોસ્પિટલો ઉભરાઇ રહીછે. ત્યારે કોગો ફિવર જેવો ગંભીર રોગ પ્રસરતા ચકચારી મચી જવા પામી છે. સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ત્રણ દર્દીઓના મોત બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં એક સાથે ૧૧ શંકાસ્પદ કોગો ફીવરના દર્દીઓને દાખલ કરવામાં આવતા શહેર આરોગ્ય તંત્ર સહીત આરોગ્ય અધિકારીઓ હરકતમાં આવ્યા છે.
હળવદમાં ફેકટરીમાં કામ કરતા એક મજુરને કોગો ફીવરમાં શંકાસ્પદ રીતે મોત નિપજતા અને વધુ દર્દીઓને વાયરસ લાગતા તાત્કાલીક ૧૧ દર્દીઓને સીવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ કતીરા સીવીલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જયાં તેમણે નિષ્ણાંતો સાથે વાતચીત કરી સુચનો પાઠવામાં આવ્યા હતા. જયારે પશુપાલન વિભાગ સાથે સંકલન કરી આરોગ્ય તંત્રએ પણ કોગો ફીવર સામે જરુરી પગલા લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા.ર૯મી ના રોજ શહેર ખાતે એક યુવાનનું ડેન્ગ્યુના તાવી મોત નિપજતા બાદ અને ૧૧ શંકાસ્દપ દર્દીઓને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા શહેર આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને નિયંત્રણ મેળવવા માટે શહેરના અલગ અલગ પપ થી વધુ પાણીના ખાડા ભરેલી જગ્યાઓ અને ૪૨૩૮ ઘરોમાં પોરા નાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે ૭૫૭ ઘરોમાં ફોગીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત શહેરના ૩૦૩ સ્થળો પર પોરાભક્ષક ગપ્પી માછલી પણ તરતી મુકવામાં આવી હતી.
રાજયભરમાં કોગો ફીવરનો કહેર ખુબ વધી રહ્યો છે. ગર રાજયભરમાં ઠેર ઠેર ફીવરના દર્દીઓ નોંધાઇ રહ્યા છે તયારે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે પણ એકીસાથે ૧૧ કેસ નોંધાતા જીલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. જીલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડો. જયેશ કતીરા સહીતની આરોગ્યની ટીમ રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. આરોગ્ય વિભાગની ટીમે નિષ્ણાંતો ડોકટરો સાથે મળીને હોસ્પિટલ ખાતે ચેકીંગ હાથ ધર્યુ હતું. તેમજ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આરોગ્ય વિભાગે કોંગો ફીવરના દર્દીઓ ની મુલાકાત લીધી હતી. તેમજ કર્મચારીઓને જરુરી સુચનો કર્યા હતા.
ઉપરાંત આરોગ્ય વિભાગે પશુપાલન વિભાગનો સંપર્ક પણ સાઘ્યો હતો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કાળજી તેમજ પૂર્વ તૈયારીઓ કરવા જણાવું હતું.
અબતક સાથેની વાતચીતમાં ડો. જયેશભાઇ કતરી મુખ્ય આરોગ્ય અધિકારી રાજકોટ જીલ્લે જણાવ્યું હતું કે હાલ રાજકોટમાં જે ૧૧ કેસોનોંધાયા છે. તે સંંપૂર્ણ રીતે હાલ ક્ધટ્રોલમાં છે કોઇપણ જાતની મુશ્કેલી નથી. પૂર્વ તૈયારી ના ભાગ રુપે ગ્રામ્ય સ્તરે શહેરોમાં તેમજ કારખાના વિસ્તારોમાં ચાર ટીમો હાલ સર્વેલન્સ કરી રહી છે તેમજ લોકોને સમજણ અપાઇ રહી છે. આ તકે રાજય સરકાર અને જીલ્લા વહીવટી તંત્રનો સહયોગ ખુબ જ મળી રહ્યો છે.
તેમણે પરિસ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે જેટલા પણ કેસ નોંધાયા છે. તેમના સેમ્પલ રીપોર્ટ અર્થે પુના મોકલી દેવાયા છે. તેમ છતાં હજુ કોઇ ગંભીર કેસ અથવા મૃત્ય આંક નોંધાયો નથી જેથી કહી શકાય કે હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે.ઉપરાંત તેમણે કહ્યું હતું કે આ રોગ ગ્રામ્ય સ્તરે વધુ નોંધાયા છે કેમ કે રોગ પશુઓ ના શરીરમાં રહેતા ઇતરડી થી ફેલાય છે. જેના પગલે મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર ના પશુપાલન વિભાગ દ્વારા પશુઓ ના પણ બ્લડ સેમ્પલ રિપોર્ટ અર્થે પુના મોકલી દેવાયા છે. તેમજ વિવિધ વિસ્તારોમાં હાલ પશુપાલન વિભાગ દ્વારા પણ સર્વેલન્સ હાથ ધરાયું છે.