ગુજરાત રાજયમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ અને વાલીઓના વિશાળ હિતમાં રાજય સરકારે ફી નિર્ધારણ કમીટીની રચના કરી છે. પરંતુ આ કમીટી દ્વારા જે જે શાળાઓએ દરખાસ્ત કરેલ છે તે શાળાઓની ફી ખુબ જ ઉંચી મંજુર કરવામાં આવેલ છે. તે વિઘાર્થીઓ તથા વાલીઓના વિશાળ હિતમાં જે જે શાળાઓની ફી નિર્ધારીત કરવાની બાકી છે તેવી શાળાઓની ફી સત્વરે નકકી કરીને જાહેર કરવામાં આવે તેવી અમારી રજુઆત છે કે જેથી કરીને શાળા સંચાલકો અને વિઘાર્થીઓ તેમજ વાલીઓ વચ્ચે થતુ ધષર્ણ અને વાદ વિવાદ નિવારી શકાય.
લાંબા સમયની માંગણી મુજબ જે જે શાળાઓની ફી નકકી કરવામાં આવી છે તે શાળાઓએ વિઘાર્થીઓ તથા વાલીઓ સહેલાઇથી વાંચી શકે તેવા ફીનું ધોરણ દર્શાવતા મોટા બોર્ડ હજી સુધી લગાવેલ નથી. તો દરેક શાળાઓ તેમને શાળાઓનું ફીનું ધોરણ દર્શાવવા બોર્ડ વિઘાર્થીઓ અને વાલીઓ સહેલાઇથી વાંચી શકે તેમ લગાવે તેવી રજુઆત કરી હતી.