સરાહનીય ડિસ્ટ્રીકટ સ્કીલ ડેવલપમેન્ટ પ્લાન બદલ રાજકોટ જિલ્લાને એમ.એસ.ડી.ઇ દ્વારા અપાશે એવોર્ડ

સરકાર દ્વારા કાર્યરત મિનિસ્ટ્રી ઓફ સ્કિલ એન્ડ એન્ટરપ્રીન્યોરશીપ દ્વારા ડિસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન માટે એવોર્ડ ઓફ એકસલન્સ આપવામાં આવે છે.  વર્ષ 2020-21માં દેશભરમાંથી આશરે 700 ડીસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ પ્લાન સબમિટ કરેલ હતા. જે અંતર્ગત રાજકોટ જિલ્લાનો ‘ડીસ્ટ્રીકટ સ્કીલ ડેવલોપમેન્ટ  પ્લાન’  એવોર્ડ ઓફ એકસેલન્સ માટે પસંદગી પામ્યો હતો. જેનાં ભાગરૂપે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને તા. 9 જુન, 2022નાં રોજ દિલ્લી ખાતે એમએસડીઇ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

ડીએસડીપી પ્લાન કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી નેશનલ ફેલો હિરલચંદ્ર મારૂ અને  રાજકોટ જિલ્લાના ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ ઓફિસર, નોડલ આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં આચાર્ય નિપુણ રાવલ, રાજકોટ જિલ્લાનાં પૂર્વ કલેકટર રેમ્યા મોહન અને હાલનાં કલેકટર અરૂણ મહેશ બાબુનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પ્લાન બનાવવામાં પૂર્વ રીજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર  એમ એમ  દવે,  રાજકોટ જિલ્લાના એપ્રેન્ટીસ એડવાઈઝરો, રાજકોટના વિવિધ ઔદ્યોગિક એસોસીએશન, તાલુકા કક્ષાના આઈ.ટી.આઈના આચાર્ય, રાજકોટના પ્લેસમેન્ટ ઓફિસરોનો અને ગુજરાત સ્કિલ ડેવલપ મિશનનાં મેનેજીંગ ડિરેકટર સહિતનાં અધિકારીઓએ પોતાનો ફાળો આપ્યો છે. તેમ ડી. એસ. ડી. ઓ  એન. પી. રાવલની યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.