ઓનલાઈન મંજૂર થયેલ બિનખેતીનો ઓર્ડર જિલ્લા કલેકટરે અરજદારને ‚બ‚ બોલાવીને પોતાના હાથે સોંપ્યો હતો. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં બિનખેતીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. તાજેતરમાં જ મોટામવાના શિવલાલ હરજીભાઈ નામના અરજદાર સર્વે નં. ૧૧૫ અને ૧૨૪ની કુલ ૬ એકર જમીન બીન ખેતી કરવા માટે ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીને મંજૂરી મળતા જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ અરજદારને ‚બ‚ બોલાવીને પોતાના હસ્તે ઓર્ડર અર્પણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.