- અગ્નિકાંડે હોળી સર્જી
- એક વર્ષથી રજૂઆતો કરવા છતાં પાર્સિંગ પ્રક્રિયા ન કરાઈ અને રાજકોટની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોવાનું એસોસિએશનનો આક્ષેપ
રાજકોટના અગ્નિકાંડે જાણે હોળી સર્જી હોય તેમ,તંત્રની ’પરેશાની’એ સ્કૂલ વાહનોના પૈડાં થંભાવ્યા દીધા છે.આજથી સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીનો વિરોધ તથા પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજગ થતા સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આ અચોક્કસ મુદતની હડતાલ છે. હળતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારથી વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલમાં છોડવા જતા નજરે પડ્યા હતા. મહત્વનું છે કે, રાજકોટ ગેમઝોન આગકાંડ બાદ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા માટે સેફ્ટી સર્ટિફિકેટ અનિવાર્ય રાખવામાં આવ્યું છે. આરટીઓ કચેરી તેની તપાસ પણ કરી રહી છે. ત્યારે એસોસિયેશને નિયમોના પાલન માટે સરકાર પાસે બે થી ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. આ સમય ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એસોસિએશન દ્વારા આજથી રિક્ષા ન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ છે. અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં નિર્ણય લેવાયો છે. એક વર્ષથી રજૂઆતો કરવા છતાં પાર્સિંગ પ્રક્રિયા ન કરાઈ અને રાજકોટની ઘટના બાદ વિભાગ જાગ્યું હોવાનું એસોસિએશનનું કહેવું છે. રાજકોટની ઘટના બાદ વિદ્યાર્થીઓની સલામતી માટે પગલા લેવામાં આવી રહ્યા છે. સ્કૂલ વાહનમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત હોય કે ફિટનેસ સર્ટિફિકેટની વાત હોય અથવા પાર્સિંગ પરમિટની વાત હોય, તે તમામ મામલે નિયમો કડક કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી એસોસિએશન રજૂઆત કરી રહ્યું હતું અને ખાસ કરીને એક વર્ષથી પાર્સિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ મામલે રજૂઆત કરવામાં આવતી હતી.
હડતાળને કારણે વાલીઓને હાલાકી
સ્કૂલ વર્ધી એસોસિયેશન ની હડતાલના કારણે વાલીઓને હાલાકી પડી રહી છે. વાલીઓએ રોષ ઠાલવતા જણાવ્યુ હતું કે,એક તરફ ઓફિસનો સમય છે, અને બીજી તરફ હડતાલના કારણે વાલીઓનું શિડ્યુલ ખોરવાયું છે. બાળકના સેફટી માટેના તમામ નિયમો લાગુ કરાવવા જરૂરી છે. નિયમોનું પાલન કરાવવા માટે સરકારે વહેલી જાગવાની જરૂર છે. વેકેશનના બે મહિનાના સમયમાં કેમ નિયમોનું પાલન કરાવવામાં ન આવ્યું