અહેમદ પટેલ અને કોંગ્રેસ હાઈ કમાન્ડ સામેનો વિદ્રોહ વકરે નહીં તે માટે ધારાસભ્યોને બેંગલુ‚ ભેગા કરતું કોંગ્રેસ

રાજયસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાનો સીલસીલો શુક્રવારે પણ ચાલ્યો હતો. અત્યાર સુધીમાં કુલ ૬ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને પછાડવાની યોજનાને નિષ્ફળ બનાવવા કોંગ્રેસે ૩૫ ધારાસભ્યોને મોડી રાત્રે બેંગ્લોર લઈ જવાની યોજના અપનાવી હતી. આ ધારાસભ્યો મતદાનના એક-બે દિવસ પહેલા ૬-૭ ઓગષ્ટે ગુજરાત પરત લવાશે. કોંગી ધારાસભ્યોના રાજીનામાના દોર વચ્ચે વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, પ્રભારી અશોક ગેહલોત સહિત ટોચના નેતાઓએ શ્રેણીબદ્ધ બેઠકો યોજીને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. પરંતુ સમયે નિર્ણયો ન કરવાના કારણે જે આગ લાગી છે. તેણે હવે વરવું સ્વ‚પ ધારણ કર્યું છે. જેના પરિણામે અહેમદ પટેલ તરફી કોંગ્રેસીઓની નારાજગી જ વિનાશ સર્જી રહી છે.

કોંગ્રેસમાં આંતરીક નારાજગી જ હવે કોંગ્રેસના પતનનું કારણ બની રહી છે અને કોંગ્રેસ વિનાશ તરફ જઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. અગાઉ કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અહેમદભાઈ પટેલે રાજયસભા માટે ફોર્મ ભર્યા બાદ ભાજપે પોતાના રાજકીય પત્તા ખોલીને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ખેસ પહેરાવીને કોંગ્રેસને આંચકો આપ્યો હતો. એટલું જ નહીં અહેમદ પટેલના ખાસ ગણાતા બલવંતસિંહ રાજપૂતને ત્રીજા ઉમેદવાર બનાવીને ચૂંટણીમાં કોંગ્રેસની જીત આસાન નથી તેવો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. આ સાથે જ કોંગ્રેસના દોઢ ડઝનથી વધુ ધારાસભ્યો વિદ્રોહ કરવાના હોવાથી અટકળ વહેતી થઈ હતી.

અગાઉ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી કોંગ્રેસમાં રહેલા અહેમદ પટેલ સામેની કોંગ્રેસીઓની નારાજગી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. તેમાં પણ શંકરસિંહ વાઘેલાની વિદાય આ અસંતોષને સપાટી પર લાવવામાં માત્ર એક માધ્યમ બની હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અગાઉ પણ ટિકિટની ફાળવણીથી લઈને ફંડના વપરાશ બાબતે કોંગ્રેસનો અસંતોષ બહાર આવ્યો હતો. પરંતુ કયાંકને કયાંક હાઈ કમાન્ડના તાપને કારણે કોંગ્રેસી નેતાઓ છૂટથી બોલ્યા ન હતા પરંતુ હવે પાણી ગળા સુધી પહોંચી ગયું હોય તેમ વિદ્રોહ શ‚ થયો છે અને કોંગ્રેસમાં આંતરીક નારાજગી જ વિનાશ વેરી રહી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

એક તરફ કોંગ્રેસના પોતાના જ નેતાઓ ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે. તો બીજી તરફ કોંગ્રેસ પોતાની છબીને ચોખ્ખી બતાવવા માટે ભાજપ ‚પિયા આપીને ધારાસભ્યોને ખરીદી રહ્યું હોવાના આક્ષેપો શ‚ કર્યા છે.

વધુ ધારાસભ્યો ભાજપ સાથે જોડાય નહીં તે માટે ધારાસભ્યોને તાકીદે બેંગ્લોર રીસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. અગાઉ સુરત, આણંદ અને રાજકોટમાં ત્રણ છાવણીઓ બનાવવામાં આવી હતી. જેમાં રાજકોટમાં ઈન્દ્રનીલ રાજયગુ‚ના નેજા હેઠળ એકઠા થયેલા ધારાસભ્યોમાંથી જસદણના ધારાસભ્ય ભોળાભાઈ પલાયન થઈ ગયા હતા. જેમાં પણ શંકાઓ ઉઠી રહી છે કે ખરેખર ભોળાભાઈ પલાયન થયા કે તેને પલાયન કરી દેવામાં આવ્યા. એક તરફ કોંગ્રેસમાં ઉથલ-પાથલ સર્જાઈ છે તો આ અફડાતફડી વચ્ચે આંતરીક ઘા પણ થઈ રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે.

શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડતા કહ્યું હતું કે, મુઠ્ઠીભર લોકો ગુજરાત કોંગ્રેસને પોતાના સ્વાર્થ માટે ઉપયોગમાં લઈ રહ્યાં છે. જેના પરિણામે જ ભાજપનો ઉદભવ થયો હતો. હવે બે દાયકા બાદ કોંગ્રેસના હાઈ કમાન્ડ સામેનો અસંતોષ સપાટી ઉપર આવી રહ્યો છે અને વિધાનસભા ચૂંટણીના ગણતરીના મહિનાઓ અગાઉ કોંગ્રેસમાં શ‚ થયેલી અફડા-તફડી ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખુબ માઠા સમાચાર લાવે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

બીજી તરફ કોંગ્રેસી નેતાઓ આક્ષેપ કરી રહ્યાં છે કે, ગુજરાતમાંથી કોંગ્રેસનો કાંકરો કાઢી નાખવા માટે ભાજપ સામ-દામ-દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યું છે. રાજયસભા ચૂંટણીમાં અહેમદ પટેલને ગમે તે ભોગે પછાડવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે. ભાજપનું આ ગંદુ રાજકારણ હવે લોકોના મગજમાં પણ આવી ગયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.