રાષ્ટ્રના વિકાસની ચિંતા કરતા પક્ષની સદસ્યતાનીજ ચિંતા વધારે!: અમંગળ એંધાણ!
આપણા દેશની રાજગાદી એક મહાન દેશની રાજગાદી છે, અને પાંચ વર્ષમાં વિશ્ર્વગુરૂ બનવાનું જેનું લક્ષ્ય છે એવી સરકારની આ રાજગાદી છે.
સવા અબજ પ્રજાજનોનું પ્રતિનિધિત્વ કરતી આ સરકાર છે. અને વિશ્વના સૌથી મોટા લોકશાહી શાસનનું ગૌરવ ધરાવતા રાષ્ટ્રની આ રાજગાદી છે.
તાજેતરમાં જ સંપન્ન થયેલ લોકસભાની ચૂંટણીમાં સવા અબજ જેટલી વિશાળ વસ્તીએ લગભગ એક અવાજે જેમનામાં વિશ્વાસ મુકયો છે. એવા રાજપુરૂષ આ રાજગાદી ઉપર મુસ્લીમ, પારસી, ખ્રિસ્તી સહિત સહુ કોઈ સંકળાયેલા છે. સવા અબજ લોકો અને તેમની લાજ આબરૂ સંકળાયેલી છે. રાજગાદીનો સહુ કોઈ માટે સંદેશ છે.
નન રાજા રહેગા, ન રાની રહેગી, યહ માટી સભી કી કહાની કહેગી,
વહ ભર ભર કે આંખોમેં પાની કહેતી યહ માટી સભીકી કહાની રહેગી.
આ દેશમાં જેટલા લોકો છે. કદાચ એટલી સમસ્યાઓ છે.
આ દેશ અગાઉ હતો તેવો હિન્દુ રાષ્ટ્ર બની જાય, એવી માન્યતા ધરાવતી એક સમસ્યા છે. અને તે સૌથી ગંભીર છે.
એટલી જ ગંભીર સમસ્યા સંસ્કૃત ભાષા અને રાષ્ટ્રની સંસ્કૃતિને સજીવન કરવાની છે.
કવિશ્રી સૈફ પાલનપુરીએ લખ્યું છે:
અમારી જિન્દીનો આ
સરળ સીધો પરિચય છે.
રૂદનમાં વાસ્તવિકતા છે
ને હસવાનાં અભિનય છે.
કવિશ્રી મકરંદ દવેએ લખ્યું છે.
આપણી કથા, આપણી વ્યથા,
આપણો હરખ ઔર
સુના સુના ગઢમાં બોલે
મેના, પોપટ, મોર
અનેક સમસ્યાઓ વચ્ચે
આ દેશ પસાર થઈ રહ્યો છે.
જાતજાતની સમસ્યાઓ વચ્ચે
આ દેશ પસાર થઈ રહ્યો છે.
ધર્મની રક્ષાનો મુદો પણ એક સમસ્યા છે.
દેશદાઝનો દુકાળ અને ગરીબીમાં રીબાતી પ્રજાને ગરીબી મૂકત કરવાની બાબત પણ અતિ ગંભીર સ્વરૂપની સમસ્યા છે.
૧૯ ઓગષ્ટ, ૧૯૧૪ના રોજ, જન્માષ્ટમીના શુભ દિને સાંદીપની આનમે વિશવ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી. તે વખતથી આ બધી સમસ્યાઓ દેશને તેમજ દેશની પ્રજાને ધમરોળતી રહી છે.
આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા આ દેશની એ કમનસીબી છે કે, છેલ્લા ૫૦ વર્ષમાં આપણે વિદેશી એજન્સીઓ પાસેથી એટલુ બધુ કરજ લીધું છે કે આપણે આપણી જે કુલ રાષ્ટ્રીય આવક છે તેનો ખાસ્સો મોટો હિસ્સો આ દેવું અને તેનું વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ જાય છે. વિકાસની યોજનાઓ માટે જોઈતા નાણાંની અછત સમસ્યા ખડી કરે છે!
હમણા હમણા અયોધ્યા મંદિરના નિર્માણનો મુદો જોર પકડી રહ્યો છે. અને એની સાથે સાથે હિન્દુઓ, બિન હિન્દુઓની સમસ્યા માથું ઉંચકવાનાં ચિહનો દ્રષ્ટીગોચર થવા લાગ્યા છે. વિહીપનાં વર્તુળો એવો અવાજ ઉઠાવી રહ્યા છે કે, હિન્દુસ્તાન અને હિન્દુ સમાજ વૈશ્ચિક સ્તરનાં ભીષણ પડકારોનો સામનો કરી રહ્યો છે. વસ્તીમાં બીજા નંબરનો અને બી ક્રમનું સૌથી મોટુ ભૂમિદળ ધરાવતો આપણો દેશ રાજકારણીઓના કારણે જ આતંકવાદીઓનું સ્વર્ગ બન્યો છે. સી.એમ. (કોમનમેન)થી માંડી પી.એમ. પ્રધાનમંત્રી સુધીના કોઈને સુરક્ષાની ખાતરી નથી.
શ્રી કૃષ્ણે ધર્મયુધ્ધના ક્ષેત્રમાં આપેલ ગીતાજ્ઞાનથી લઈને ભગવાન બુધ્ધની અહિંસા સુધીની અનેક વિવિધતા હિન્દુસ્તાની ચિંતનમાં હોવા છતા કયા ચિંતનનો કયારે ઉપયોગ કરવો કે ન કરવાની પરીપકવતા હિન્દુઓ જાણે ગુમાવી ચૂકયા હોય તેવું લાગે છે.
૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોની બર્બરતાનો સશસ્ત્ર પ્રતિકાર કરાયો, પરતુ ૧૯૪૭માં મળેલી સ્વતંત્રતાને અહિંસક આંદોલનની દેણ દેખાડવાની એક કુસમજ ઉભી કરવામાં આવી. ભારતમાં છેલ્લા ત્રણ દશકથી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદમાં લગભગ એક લાખ જેટલા લોકોનાં મોત નિપજયા છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરથી શરૂ થયેલી દહેશતગર્દી હવે ભારતનાં કોઈપણ ખૂણે જનતાને દઝાડી શકે છે. એક હુમલા પછી બીજા હુમલાની રાહ એલર્ટોથી એલર્ટો વચ્ચે જોવાતી રહે છે. કોઈ નકકર કાર્યવાહી થઈ શકતી નથી ત્યારે લાગે કે આવો વિશાળકાય દેશ પોતાના વજન અને ક્ષમતાઓથી ઓછો પ્રતિઘાત કરી રહ્યો છે. બીજી બાજુ હવે પાકિસ્તાન પ્રેરીત દહેશતના ખેલમાં વૈશ્ચિક સ્તરનાં ધાર્મિક પડકારો પણ ભળ્યા છે.
આઈએએસઆઈએસનાં આતંકવાદીઓ ૨૦૨૦ સુધીમાં ભારતને સ્ટેટ ઓફ ખુરાસાનનો ભાગ બનાવવા માટેની ગુલબાંગો પોકારી રહ્યા છે. આઈએસઆઈએસનું જોખમ હિન્દુસ્તાન પર તોળાઈ રહ્યું છે. આવા સંજોગોમાં ભારતમાં ચોકકસ સમુહોનાં પુષ્ટીકરણની નીતિ અને તેમની રાષ્ટ્રવિરોધી માગણીઓ સામે ઝૂકવાની રાજનીતિ બીલકુલ ચલાવી શકાય તેમ નથી. આવા સંજોગોમાં સૌથી પહેલી જરૂર હિન્દુસ્તાની રાજનીતિનાં સંપૂર્ણ હિન્દુકરણની કરણ (ઈન્ડીઅનાઈઝેશન અને મિલીટરાઈઝેશન) છે. તેની સાથે હિન્દુ સમાજના સૈનિકીકરણની પણ તાતી જરૂરીયાત છે. આપણા આમાં રહી ગયેલી ઉણપો સરવાળે નેતૃત્વની જ છે.
આપણે ત્યાં એક કહેવત સદીઓથી ચાલી આવે છે કે, ‘જેનો આગુ આંધળો, એનું કટક કૂવામાં…’
‘જે સેનાનો સેના પતિ નિર્બળ તેની સેનાને હાર ખમવી જ પડે !’
વેપાર ધંધામાં પણ આજ સિધ્ધાંત લાગૂ પડે !’
સામાન્યત: વેપારી રોજ સાંજે દુકાન બંધ કર્યા પછી હાથમાં ચોપડો લઈને બેસી, અને આજે કેટલુ આવ્યું ને કેટલુ ગયું એનો બારીકાઈથી હિસાબ કાઢે, એના ઉપરથી કયારે કેટલો માલ મંગાવવો પડે તેમ છે. અને નફો નુકશાનની સ્થિતિ છે. તેનો ચોકકસ ખ્યાલ મેળવીને જ વેપારમાં આગળ વધે. જે વેપારી એમ ન કરે, ખુદ રોજેરોજ નફા નુકશાનનો હિસાબ ન કરી લે અને અન્યના જ ભરોસે રહે તે વહેલો મોટો ખોટમાં જાય જ છે.
કામ પડે ત્યારે લગીરે હિચકિચાટ વિના પડખે ઉભો રહે તેવી પ્રતીતિ થયા પછી જ સંબંધીત વ્યકિતને સ્વજન અને સુહ્દ લેખવા અને તેની સાથે સલાહ સૂચન કરવા પાપા કર્યે પેટ ન ભરાય, તે વાત ન ભૂલવી કૂટકપટ ન જ આચરવા, એ પણ ન ભૂલવું, એનો ઘડો ફૂટયા વગર રહેતો નથી એ નિશ્ર્ચિત માનવું.
ખોટા સ્વપ્નોમાં ન રાચવું, ખોટા બહાના ન કાઢવા વિજળી દંડના સંશોધક તેમજ ગરીબ કુટુંબમાંથી ઉચ્ચસ્થાને પહોચેલા અમેરિકાનાં બેન્જામીન ફેન્કલીનનું કહેવું છે કે, તેમની સફળતા પોતાની દરરોજ આત્મનિરીક્ષણ કરવાની તેમણે પાડેલી ટેવને આભારી હતી પોતાના એજ રોજના પ્રયોગને ‘એક કોરા પાના પર આડીઉભી લીટીનો દોરીને, એની ઉપર અઠવાડીયાના નામ હું લખતો પછી રોજ સૂતા પહેલા હું એ કાગળને લઈને બેસતો, દિવસ દરમિયાન થયેલી ચડતી પડતી તટસ્થ ભાવે નીરખવા મનમાં ને મનમાં ઈશ્ર્વરની પ્રાર્થના કરતો અને છેલ્લા ૨૪ કલાકમાં મારા મનમાં આવેલા વિચારો, કહેલી વાતોને આચરેલા વર્તનને તપાસ કરતો.
તે અનુસાર દરેક ખાનામાં હું યોગ્ય આંકડો મૂકતો જતો અને તે પછીની પ્રક્રિયાઓ દ્વારા આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડવી જ ઘટે. આ ટેવ આમતો રાજકર્તાઓ, રાજનીતિજ્ઞો, વેપારી આલમ અને સમગ્ર સમાજે પાડવી ઘટે. નિયમિત આત્મનિરીક્ષણ વગર ભૂલો દેખાતી નથી. અને સુધરતી નથી. આત્મનિરીક્ષણ વગર એ દેશનું અધ:પતન ચાલુ રહેશે.