ગ્રાહકો સામેજ લાઇવ ફૂડ બનાવાશે: પાકશાસ્ત્ર શિખવા ઇચ્છુકો માટે એકેડેમીની સુવિધા
રાજકોટમાં લીમડા ચોક પર સુંદર ઇન્ટીરીયર સાથે સ્મિથ’સ કિચન રેસ્ટોરન્ટનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું હતું. સ્મિથ’સ કિચનમાં ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, કાઠિયાવાડી, પંજાબી, સેન્ડવીચ, ડેઝટસ તેમજ દુબઇનું સ્પેશ્યલ ફૂડ ઉપલબ્ધ રહેશે.
‘અબતક’ સાથેની વાતચીત દરમ્યાન સ્મિથ’સ કિચનના ઓનર સ્મિથભાઇએ જણાવવાનું કે, હું ખૂબજ એક્સાઇટેડ છું કે રાજકોટમાં આવુ કિચન પ્રથમ વખત આવ્યું છે. સ્મિથ’સ કિચન એક યુનિક રેસ્ટોરન્ટ છે. અમારા કિચનમાં તમને હજુ સુધી ગુજરાતમાં ન જોયુ હોય તેવુ ફૂડ જોવા મળશે. કસ્ટમર્સને તેની સામે જ લાઇવ ફૂડ બનાવી આપવામાં આવશે. અમારા રેસ્ટોરન્ટમાં ઇટાલીયન, ચાઇનીઝ, પંજાબી, દિલ્લીચાટ, કાઠીયાવાડી તેમજ દુબઇનું સ્પેશ્યલ ફૂડ પણ ઉપલબ્ધ છે.
વધુમાં જણાવ્યું કે તે પોતે એક પેસ્ટ્રી શેફ છે અને રેસ્ટોરન્ટમાં બધી જ વસ્તુ અહીં બનાવાવમાં આવશે. તેમજ અમારા રેસ્ટોરન્ટમાં અહિંયા એકેડેમી છે અને હું પોતે જ જેને ઇન્ટરેસ્ટ હોય તેને શિખવાડીશ તેથી જ આ રેસ્ટોરન્ટ યુનિક છે. રાજકોટની જનતા ફૂડી છે તેથી તેના માટે અવનવા ફૂડ ઉપલબ્ધ રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com