મોરબી એલસીબીએ હત્યાનો ભેદ ઉકેલ્યો : બલી ચડાવી હોવાનું દ્રશ્ય ઉભું કરી પોલીસને ગુમરાહ કરી
વાંકાનેરના સરતાનપર ગામે દસેક દિવસ પૂર્વે શ્રમિક યુવાનનું ગળું કાપી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો તેમજ નજીકમાં મીઠું મળી આવ્યું હોય જેથી યુવાનની બલી ચડાવાઈ હોય તેવું દ્રશ્ય ઉભું કરીને પોલીસને ગુમરાહ કરવાની પેરવી આરોપીએ કરી હતી જોકે પોલીસે સઘન તપાસ કરીને હત્યાના આરોપીને ઝડપી લીધો છે ત્યારે માત્ર ૧૦૦૦ રૂ ની ચોરીની શંકા રાખી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ મેલડી માતાજીના મંદિર નજીકથી ટોકો સિરામિકમાં કામ કરતા શ્રમિક યુવાન મુન્નાભાઈ લલનભાઈ ચોબે (ઉ.વ.૩૦) નામના યુવાનનું ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હોય અને મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ આર ટી વ્યાસ તેમજ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમે સઘન તપાસ ચલાવીને આરોપી કેશુભાઈ રાયસિંગભાઈ કોળી રહે રાતાવીરડા ગામની સીમ તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હત્યાના બનાવમાં યુવાનનું ગળું કાપવામાં આવ્યું હોય.
તે સ્થળ મેલડી માતાજીના મંદિર નજીક હોય વળી મૃતદેહ પાસેથી મીઠું મળી આવતા બલીની આશંકા વ્યક્ત કરાઈ હતી જોકે સમગ્ર બનાવ ૧૦૦૦ રૂ ની ચોરી મામલે હત્યા થઇ હોવાનું ખુલવા પામ્યું છે જેમાં આરોપી કેશુ રાયસિંગ વાઢુંકીયા કોળી રામોસ સિરામિકમાં કામ કરતો હતો અને મૃતક યુવાન મુન્નાભાઈ ચોબે સામે આવેલ ટોકો સિરામિકમાં કામ કરતા અને શ્રમિકો નવરાશની પળોમાં સિરામિક નજીક આવેલ મેલડી માતાજીના મંદિરે સુવા જતા હતા જેમાં આરોપીના ખિસ્સામાંથી ૧૦૦૦ રૂ ની ચોરી થઇ હોય અને મુન્નાભાઈ ચોબેએ ચોરી કરી હોવાની શંકાથી તેની હત્યા કર્યાની આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત આપી છે.