લાઠીમાં ૬ ઈંચ, અમરેલી, બાબરા, બગસરા, રાજુલા અને લીલીયામાં ૫ ઈંચ
અમરેલી જિલ્લામાં અષાઢે મેઘરાજાનો અનરાધાર વરસી પડયા છે. વડીયામાં સાંબેલાધારે ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યા છે તો જળાશયોમાં પણ માતબર નવા નીરની આવક થવા પામી છે.
ગત સપ્તાહે પડેલા અનરાધાર વરસાદમાં મેઘરાજાએ અમરેલી જિલ્લાને બાકાત રાખી દીધો હતો. દરમિયાન બીજા રાઉન્ડમાં મેઘરાજાએ અમરેલી પર અનરાધાર હેત વરસાવ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમરેલી શહેરમાં સાડા પાંચ ઈચ, બાબરામાં ૫ ઈચ, બગસરામાં સાડા પાંચ ઈંચ, ધારીમાં સાડા ત્રણ ઈંચ, જાફરાબાદમાં સવા ઈંચ, ખાંભામાં પોણા બે ઈંચ, લાઠીમાં ૬ ઈંચ, લીલીયામાં ૫ ઈંચ, રાજુલામાં ૫ ઈંચ, સાવરકુંડલામાં ૨ ઈંચ અને વડીયામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.