સાંસદ રૂપાલા, ધારાસભ્ય કાનગડ, કલેકટર પ્રભવ જોશી, કમિશનર બ્રજેશકુમાર ઝા, ંમ્યુનિ. કમિશ્નર દેસાઈ, મેયર નયનાબેન, ઈન્કમટેક્ષ એડી. કમિશનર કુલશ્રેષ્ઠે મેળવ્યા રક્ષા આશિર્વાદ

રાજકોટ સ્થિત 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે ગુજરાત ફોર્જીંગ કંપનીની પાછળ આવેલ એકરંગ સંસ્થાન

માનસિક વિકલાંગ (દિવ્યાંગ) દિકરીઓએ આજ રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.

એકરંગ સંસ્થાની માનસિક વિકલાંગ (દિવ્યાંગ) દિકરીઓ એ આજ રોજ રાજકોટ થી લોકસભાના સાંસદ   પરસોત્તમભાઈ રૂપાલા  , રાજકોટ-68 ના ધારાસભ્ય   ઉદયભાઈ કાનગડ  , રાજકોટ જીલ્લા કલેક્ટર  પ્રભવભાઈ જોશી  , પોલીસ કમિશ્નર   બ્રજેશકુમાર ઝા  , મ્યુનિસિપલ કમિશ્નર   ડી. પી. દેસાઈ  , મેયર   નયનાબેન પેઢડીયા, ઈન્કમટેક્સ એડીશનલ કમિશ્નર   અનન્યા કુલશ્રેષ્ઠ   તથા કમલમ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  મુકેશભાઈ દોશી   વગેરે અધિકારી ગણ ને રક્ષાબંધન પર્વ નિમિતે એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓએ પોતાના સ્વહસ્તે બનાવેલ રક્ષાસૂત્ર બાંધી તેઓના તંદુરસ્તમય સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરેલ. રાજકોટને ગૌરવવંતુ બનાવવા રાજકોટની આન, બાન અને શાન વધારનાર સર્વે હોદ્દેદારઓના તંદુરસ્ત દિર્ધાયુ માટે ઈશ્વરને પ્રાર્થના કરી રક્ષા બાંધવામાં આવેલ.

એકરંગ સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ દ્વારા આ રક્ષાબંધનના પર્વ નિમિતે 10,000/- જેટલી રાખડીઓ પોતાના સ્વહસ્તે બનાવેલ જે રાજકોટના સેવાભાવી મહાનુભાવો ના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત દિર્ધાયુ માટે પ્રાર્થના કરી કંકુ, ચોખા, સાકર અને નાડાછડી રાખી સરસ મજાનું પેકીગ કરી વેચાણ નહી કરી આ રક્ષાસૂત્ર ઇશ્વરીય પ્રસાદ રૂપી રક્ષાસૂત્ર બની રહે તે માટે સ્નેહીઓ સુંધી એકરંગ પરિવાર દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવેલ.

અમારુ કોઇ નથી એ અહેસાસ નહી પણ આપ સૌ છો અમારા એ અનુભૂતિ આપી છે, આપ સૌ એ અમારા જીવનની હરહંમેશ ચિંતા કરી છે ત્યારે આપણે સૌ સાથે મળી એક જ તાંતણે બંધાઈને સમાજની સારપને જીવંત રાખવા આ રક્ષાબંધનના પવિત્ર પર્વના દિવસે અમે સૌ મનોદિવ્યાંગ બહેનો-દિકરીઓ આપના કાંડા પર પવિત્ર રક્ષાસૂત્ર બાંધીને આપના નિરામય સ્વાસ્થ્ય, સુરક્ષા અને તંદુરસ્ત દિર્ધાયુ માટે પ્રાર્થના કરીશું, જે માટે અમે સૌ રાજકોટવાસીઓને રક્ષાબંધનના દિવસે એકરંગ પરિવાર સાથે પર્વની ઉજવણી કરવા આમંત્રિત કરીએ છીએ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકરંગ સંસ્થાના પ્રમુખ  દિપીકાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ તેમજ પોતાના વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢીને મનોદિવ્યાંગ દિકરીઓને સમય આપવા બદલ દરેક મહાનુભાવો નો એકરંગ સંસ્થાના પ્રમુખ   દિપીકાબેને હૃદયપૂર્વક આભાર માની પોતાની લાગણી વ્યક્ત કરી છે તેમજ રાજકોટની સેવાભાવી પ્રજા સ્વસ્થ અને તંદુરસ્તમય તહેવારની ઉજવણી કરે તે માટે રક્ષાબંધન પર્વની અને આવનારો જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.