પૂનાની ચેલેન્જર સ્વીપર પ્રા.લી. દ્વારા અપાયું ડેમોસ્ટ્રેશન
આજે ચેલેન્જર સ્વીપર પ્રા.લી.,પુના દ્વારા ટ્રક માઉન્ટેડ મિકેનીકલ ક્ધવેયર રોડ સ્વીપર મશીનનું શહેરના જુદાજુદા માર્ગો પરની ડસ્ટ સાફ કરવા માટેનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવેલ. આ મશીન ૧૪૦ ઇંઙ નું મેઇન એન્જીન તથા ૫૯ ઇંઙ નું ઓકઝીલરી એન્જીન ધરાવે છે. તથા ૩૫૦૦ લીટરની વેસ્ટ હોપર કેપેસીટી ધરાવે છે. આ મશીન ૧૫૦૦ મી.મી. ના સેન્ટ્રલ બ્રશ તથા ૧૦૦૦ મી.મી. ના બાજુના સ્ટીલના દાંતાવાળા બ્રશ મારફતે રસ્તા પરની ડીવાઇડર તથા સાઇડમાં રહેલ ડસ્ટ પાણીના છંટકાવ સાથે દુર કરી શકે છે.આ ડેમોસ્ટેશન રાજકોટ મહાનગરપાલિકાના માન.કમિશનર બી.એન.પાની સાહેબ ની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ ડેમોસ્ટેશનમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા નાયબ પર્યાવરણ ઇજનેર પી.સી.સોલંકી, ડી.યુ.તુવર વી.એમ.જીંજાળા તથા મદદનીશ પર્યાવરણ ઇજનેર જી.એ.દવે તથા ચેલેન્જર સ્વીપર પ્રા.લી. ના અધિકારીઓ હાજર રહેલ હતા.