સ્વચ્છતામાં ‘પ્રભુ’નો વાસ છે એવી કહેવત છે અને વાસ્તવમાં ખરી પણ છે. દ્વારકામાં રાજાધિરાજનો વાસ છે ત્યારે ગોમતી નદીમાં હરિકુંડ બનાવવામાં આવ્યો છે જેમાં હરિભકતો સ્નાન કરી પુણ્યનું ભાથુ મેળવે છે. ભકતોની સગવડતા માટે હરિકુંડમાં ભરતી ઓટના સમયે પાણીની આવન જાવન ચાલુ રહે તેવી વ્યવસ્થાન કરાઇ છે. પણ આ કામમાં બેદરકારી રખાઇ હોય કે અણધડ આયોજન હોવાથી દરિયાના પાણીની અવર જવર થતી નથી વળી કુંડમાં ભરાયેલ પાણી દુર્ગધ મારતું હોય અને કુંડામાં ગંદકી હોવાથી વૈષ્ણવો કુંડમાં સ્નાન કરી શકતા નથી.
યાત્રાધામ દ્વારકામાં છપ્પનસિડી પાસે આવેલ મહાપ્રભુંજીની પાસે પૌરાણીક હરીકુંડ આવેલ છે તે હરીકુંડમાં દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાણીની ઓટ ભરતી થતી હોય ત્યારે એ ગોમતીજીનું દરિયાઇ પાણી હરીકુંડમાં અવર જવર થતુ હોય છે હદય યોજના અંતર્ગત દ્વારકા નગરપાલિકા દ્વારા અંદાજીત ૯૦ લાખ રૂપિયાના ખર્ચે પૌરાણીક સ્થાપત્યોના રીનોવેશન અને રીટ્રોફીંગ વર્ક કર્યુ છે તે હરીકુંડમાં અણધડક કામ કર્યું હોય એમ હરીકુંડમાં પાણી ઓટ સમયે અવર જવર થતું ન હોવાથી કુંડમાં પાણી અતિદુર્ધંગ મારે છે અને ગંદકીના ગજ જામ્યા છે ત્યારે મહાપ્રભુંજીની બેઠમાં આવતા વૌષ્ણોવો કુંડમાં સ્નાન અથવા જારીજી ભરી શકતા ન હોવાથી વૌષ્ણવોમાં રોષની લાગ્ણી ફેલાણી છે દ્વારકામાં આવા અણધડ વિકાસના કાર્યોથી પ્રજાના પૌસાનો ધુવાડો થઇ રહ્યો છે.