- સોૈનો સાથ-સૌનો વિકાસ : ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના પાયાના પથ્થર લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ આપવાના નિર્ણયને સર્વત્ર આવકાર
અબતક,રાજકોટ
રાજકોટ લોક્સભાના સાંસદ મોહનભાઈ કુડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ એક સંયુક્ત અખબારીમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થઈ રહયો છે ત્યારે વધુ એક વાર તેમના કાર્યકાળનું અંતિમ બજેટમાં ભારતીય અર્થવ્યવસ્થાનુ સકારાત્મક પિરવર્તન લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત-ર047 જયારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરતું હશે ત્યારે મોદી સરકારનો સૌનો સાથસૌનો વિકાસ મંત્રના દ્રષ્ટિકોણને આગળ વધારી આવતા ર3 વર્ષની દિશા નિર્ધારીત કરવામાં આવેલ છે. આમાં દેશના ગરીબ, યુવાઓ, અન્નદાતા અને નારીશક્તિની જ્ઞાન સામેલ કરવામાં આવેલ છે. આ બજેટમાં જી-ર0 ની અધ્યક્ષાતામાં વર્ષ દરમ્યાન મોદી સરકારે કરેલ કાર્યોને ધ્યાનમાં રાખી પ્રકૃતિ, આધુનિક આધારભુત સંરચના અને દરેક માટે સમાન પ્રયત્નો સાથે સમૃધ્ધ ભારતનો દૃષ્ટિ કોણ સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વગુરૂ તરીકે ઓળખ કરવામાં આવી છે.
સતત આર્થિક વિકાસ અને રાજકોષીય મજબુતી બનાવવા માટે સાર્વજનિક આવકને પ્રોત્સાહિત કરવા અને ધીરે ધીરે આવક ભંડોળનો ખર્ચ ઘટાડી અને સાર્વજનિક આવકમાં વૃધ્ધિ કરવાનો લક્ષ્યાંક પુરો કરી ધરેલું ઉત્પાદન વધારી પાછળના વર્ષમાં પ.9% હતું તે વધારવાનું લક્ષ્ય પણ આ બજેટમાં કરવામાં આવેલ છે. પીએમ આવાસ ગ્રામીણ યોજના થકી ર.4 કરોડ ઘરોમાંથી ર6.6% સંપૂર્ણ મહિલાઓના નામ પર છે.અને લગભગ 70% સંયુક્ત પતિ-પત્નિ નામ પર છે. અત્યાર સુધીમાં નવ કરોડ મહિલાઓ સાથે 83 લાખ એસએચજી સશક્તિકરણ અને આત્મનિર્ભરતા સાથે ગ્રામીણ સામાજીક-આર્થિક દશ્ય બદલી રહયો છે. અત્યાર સુધીમાં એક કરોડ લખપતીદીદી બનાવવામાં આવેલ છે. અને આ બજેટ અનુસાર ર કરોડ લખપતી દીદીમાંથી 3 કરોડ લખપતી દીદી બનાવવાનો વધારવાનો લક્ષ્ય રાખવામાં આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિલક્ષી યોજનાઓ ધ્વારા 11.8 કરોડ અન્નદાતાઓને પ્રધાનમંત્રી કિશાન યોજના થકી પ્રત્યક્ષા લાભ આપવામાં આવ્યો છે.
રાજય સરકારોને આધ્યાત્મિક પ્રવાસ સુવિધાઓ થકી રાજયોને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં લક્ષાદીપ જેવા ટાપુઓના પ્રવાસનને પ્રોત્સાહિત કરવામાં આવશે.આ અંતમાં રાજકોટ લોક્સભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્ર સરકારના બજેટને દીર્ધદ્રષ્ટિવાળુ બતાવી આવકારવામાં આવેલ હતુ .