હાઉસિંગ બોર્ડ હસ્તકના 981 જેટલા આવસ જર્જરિત હાલતમા, તમામનું રીપેરીંગ કરવા સૂચના : કલેકટર પ્રભવ જોશીની અબતક સાથે વાતચિત
જિલ્લાની જે કોઈ કચેરી જર્જરિત હશે તેનું તાકીદે સમારકામ કરાશે. વધુમાં હાઉસિંગ બોર્ડ હસ્તકના 981 જેટલા આવાસ જર્જરિત હાલતમા છે. તે તમામનું રીપેરીંગ કરવા સૂચના આપવામાં આવી છે. તેમ કલેકટર પ્રભવ જોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
જામનગર શહેરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગના ત્રણ માળિયા મકાનનો એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સૌરાષ્ટ્રભરમાં તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં મિલકતોનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે કલેકટર તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાની આવાસના સર્વે સંદર્ભે હાઉસિંગ બોર્ડ અને આરએન્ડબી સહિતના વિભાગ સાથે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લામાં 981 જેટલા આવાસો જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેમાંથી સૌથી વધુ જેતપુર શહેરના આવાસો સર્જરી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કલેકટર પ્રભવ જોશી દ્વારા જેતપુરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સૂચના આપવામાં આવી છે.અન્ય ક્વાટર્સ અંગે પણ લોકોને કહેવામાં આવ્યું છે ખાલી કરવા માટે સુચના આપી દેવામાં આવી છે.
વધુમાં કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કોઈ કચેરી જર્જરીત હાલતમાં ધ્યાનમાં આવશે તો તુરંત તેનું રીપેરીંગ શરૂ કરાશે. આ મામલે વિભાગોને સૂચના પણ આપી દેવામાં આવી છે.
કાલે લોકમેળાનું નામકરણ, નકશો પણ જાહેર કરી દેવાશે
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજાય હતી. જેમાંથી પસંદ થયેલ નામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે.
રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે, જેનું સમગ્ર આયોજન લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. 5 સપ્ટેમ્બર થી તા. 9 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ વર્ષ ના લોકમેળાનું શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું નક્કી કરાયું હતું. જેમાં કોઈપણ નાગરિકને ટૂંકું, આકર્ષક, શિષ્ટ શીર્ષક મોકલવાની છુટ અપાઈ હતી. આ નામો મોટી સંખ્યામાં લોકમેળા અમલીકરણ
સમિતિને મળ્યા છે. હવે આવતીકાલે આમાંથી કોઈ એક નામ પસંદ કરીને મેળાનું નામકરણ કરવામાં આવશે. વધુમાં મેળાનો નકશો પણ ફાઇનલ કરી નાખવામાં આવ્યો હોય તેને જાહેર કરવામાં આવશે.