ગ્રામ પંચાયત અને સરકારમાં અનેકવાર રજુઆત છતા દરકાર લેવાતી નથી
વીરપુર ગ્રામ પંચાયત સંચાલિત જલારામજી વિદ્યાલયની ઈમારત એટલી બધી જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યાંરે છતમાંથી પોપડા પડતા હોય છે સતાધીશો જાણે ગરીબ પરિવારના ભૂલકાઓ સાથે કોઈ મોટો અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોવાની સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી હતી.
વી.ઓ. :- રાજ્ય સરકાર બાળકોને શિશુ અવસ્થાથી જ શિક્ષણ તરફ વાળતી હોવાના પ્રચાર અને પ્રસાર માટે મોટા મોટા તાયફાઓ કરે છે દર વર્ષે સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવવે છે પરંતુ બાળકોને અભ્યાસ માટે જે જરૂરી છે સારી સ્કુલ ઇમારત તેમજ ક્વોલીફાયડ અને પૂરતા શિક્ષકો પ્રત્યે હંમેશા દુર્લભ સેવતી હોય છે આવી જ શાળા એટલે કે વીરપુર જલારામ ગામની આ જલારામજી વિદ્યાલય જાણે ભૂલકાઓની જિંદગી સાથે રમત રમતી હોય તેમ ભયજનક ઇમારત દેખાય છે ઠેર ઠેર છતમાં પોપડા પડી ગયેલા અને છતમાં રીતસરના બહાર સળિયા દેખાય છે જાણે હમણાં જ છતનું મોટું પોપડુ પડશે તેવો ભાસ થાય છે, આવા ભય વચ્ચે કલાસરૂમ માં વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે પણ ચાલુ કલાસરૂમ માં છત પરથી પોપડા પડે છે આવી પરિસ્થિતિ માં ના છૂટકે વિદ્યાર્થીઓને બહાર ખુલા મેદાન માં બેસાડી કલાસ ચાલુ કરી અભ્યાસ કરવો પડે છે. સરકાર ઘેર ઘેર સૌચાલય બનાવવાની વાતો કરે છે ત્યારે આ જલારામજી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે સૌચાલય ની હાલત પણ કફોડી બની ગઈ છે ત્યારે પોતાના પ્રાણથી પણ પ્યારા સંતાનોને આવી જગ્યાએ શિક્ષણ માટે મોકલતા તેમના માતા-પિતાનો જીવ નથીચાલતો પરંતુ પોતાનું સંતાન શ્રીમંતોના સંતાનોની જેમ લખતા વાંચતા શીખી જાય તે માટે તેમજ મોંઘી પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાની આર્થિક ત્રેવડ ન હોવાથી ના છૂટકે સરકારી સ્કૂલમાં મૂકવા પડતા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.
વિદ્યાર્થીઓ ની જિંદગી સાથે રમત રમતા સતાધીશો આ ગરીબ પરિવારના ભૂલકાઓ સાથે જાણે કોઈ દુર્ઘટના ઘટે તેની રાહ જોતાં હોય તેમ આવી જર્જરિત ઇમારતની કોઈ પ્રકારની મરમ્મત કરાવવાનું તો દૂર વિદ્યાર્થીઓ કેવા હાલમાં સ્કૂલમાં બેસે છે તે જોવાની તસ્દી પણ લેતા નથી. આ અંગે જલારામજી વિદ્યાલયના પ્રિન્સીપાલ વી.ડી.નૈયા સરને પૂછતા તેમણે જણાવેલ કે વીરપુર ગ્રામ પંચાયત અને સરકારશ્રી ને વારંવાર લેખિત રજુઆત કરતા સરકાર તરફથી કોઈ દરકાર લેવામાં આવી નથી.જોકે સ્કૂલના પ્રિન્સિપાલ વી.ડી.નૈયા ના પ્રયાસ અને વીરપુર ગામના સેવાભાવિ માણસો ના સહયોગ થી સ્કૂલના કલાસરૂમ માં અમુક અમુક જગ્યાએ પ્લાસ્ટર કરાવેલ છે.તેમ છતાં તંત્ર દ્વારા વહેલીતકે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા આ સ્કૂલનું રીનોવેશન કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો દ્વારા માંગ કરાય રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,