ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર અચાનક સજાગ થયું માર્ગ મકાન વિભાગે શનાળા રોડ પર આવેલ સમય ગેટને ઉતારી લેવાયું છે. આ ગેઈટ જર્જરિત થયો હોય અને ગંભીર અકસ્માત સર્જવાની શક્યતા હોવાથી માર્ગ મકાન વિભાગે કામગીરી કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. મળતી વિગતો અનુસાર, સમય નામની કંપનીએ વર્ષ 2005 માં શનાળા રોડ પર પ્રવેશદ્વાર સમાન સમયગેટ સ્થાપિત કર્યો હતો.
સમય જતા ગેટ જર્જરિત બન્યો હતો અને ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જવાની શક્યતા જણાતા મોરબીનું માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યું હતું અને ક્રેઈન દ્વારા સાવધાની પુર્વક આ ગેઈટ તેને ઉતરાવી લીધો હતો. માત્ર 18 વર્ષની અંદર જ સમય ગેટના પાયામાં કાટ અને સડો લાગી ગયો જેના કારણે પ્રવેશદ્વાર જર્જરિત અવસ્થામાં જોવા મળે છે.
જોકે સમગ્ર મામલે મોરબી માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ અધિકારી હિતેશભાઈ આદ્રોજાએ મીડિયાને જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ દુર્ઘટના બને તેની તકેદારીના ભાગ રૂપે જર્જરિત થયેલા પ્રવેશ દ્વારને ગત મોડી રાત્રે ઉતારી લેવામાં આવ્યો છે.