અમદાવાદના પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલાં મુસ્લિમ પરિવારોના રહેણાંક ઍપાર્ટમૅન્ટ્સ અને સોસાયટીઓના ગેટ કે દિવાલ પર ‘રાતોરાત’ લાલ રંગની ‘ચોકડી’ લગાવી દેવાઈ હતી. લોકો માટે આ મુદ્દો ચર્ચા અને ચિંતાનું કારણ બન્યો હતો. મુસ્લિમ પરિવારોએ ચૂંટણી પંચ, પોલીસ કમિશનર ઉપરાંત પાલડી અને એલિસબ્રિજ પોલીસને લેખિત અરજી આપી હતી. જોકે હવે આ લાલ ચોકડીનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતાં અમદાવાદ મ્યુનિ.ના વાહનો ઉપર સર્વેલન્સ રાખવા માટે હવે GPS સિસ્ટમ લગાવવામાં આવનાર છે. ત્યારે વાહન રૂટમાં કચરો ભેગો કરે છે કે કેમ તેનું સર્વેલન્સ કરવા GPSની ચીપ લગાવવા માટે ચોકડીઓ લગાવવામાં આવી હતી.
Trending
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!
- માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાશે
- પંખીડાઓને બચાવવા 40 એમ્બ્યુલન્સ અને 30 કલેકશન-સારવાર કેન્દ્ર કાર્યરત
- યુવાનોને સશક્ત કરો, રાષ્ટ્રને સશક્ત બનાવો: કાલે રાષ્ટ્રીય યુવા દિવસ
- ગુજરાતી અને બોલીવૂડ એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક;હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું