સોખડા અને બારવણના બે શખ્સોની ધરપકડ: સુત્રધારની શોધખોળ
ગ્રીન લેન્ડ ચોકડી પાસે આવેલા શિવ શક્તિ ચેમ્બર્સમાં ઇમીટેશનના કારખાનામાં થયેલી રૂ.૪૪ હજારની ચોરીના ગુનામાં બે શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી સુત્રધારની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગ્રીન લેન્ડ ચોકડી પાસે હરસિધ્ધી સોસાયટી પાસૈ તિપતી બાલાજી પાર્કમાં રહેતા દિનેશભાઇ છગનભાઇ શિંગાળાના શિવ શક્તિ ચેમ્બર્સમાં ઇમીટેશનના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવી રૂ.૪૪ હજારની મત્તાની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. આર.એસ.ઠાકર, પી.એસ.આઇ. એમ.એફ.ડામોર, હેડ કોન્સ્ટેબલ વિરમભાઇ ધગલ, હરપાલસિંહ વાઘેલા અને કિરણભાઇ પરમાર સહિતના સ્ટાફે ચોરીના ગુનામાં સંડોવાયેલા સોખડા ગામના અવીશ ઉર્ફે આયુષ ધીભાઇ મકવાણા અને બારવણ ગામના શૈલેષ લાખા સોરાણી નામના શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા પિતળના વાયરના બંડલ અને પિતળનો ભંગાર મોરબી રોડ પર બજરંગ પાર્કમાં રહેતા અનિલ ચાવડા નામના શખ્સને વેચી નાખ્યાની કબુલાત આપતા પોલીસે અનિલ ચાવડાની શોધખોળ હાથધરી છે.