રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડએ મિલકત વિરુઘ્ધના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચન આધારે એચ.જી.પલ્લાચર્યા પોલીસ ઈન્સ્પેકટર ઉપલેટા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ઉપલેટા રવિકુમાર રસીકભાઈ ભલાણી ચીખલીયા ગામે આવેલ માલિકીના ગોડાઉનમાં રાખેલ એરડા ભરેલ બોરીઓ નંગ કુલ ૧૪૫ આશરે ૫૦૦ મણ કી.રૂ.૫,૦૦,૦૦૦/-ના મુદામાલની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયેલ હોય.
જેને શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા સઘન તપાસ હાથ ધરેલ અને આ કામના આરોપીઓ બાબતે ખાનગીરાહે હકિકત મેળવી આરોપી વસીમભાઈ હબીબભાઈ નારેજા, રીઝવાનભાઈ આમદભાઈ નારેજા, અકબરભાઈ હાસમભાઈ ભટ્ટી, ફીરોજભાઈ મુસાભાઈ નારેજાને પકડયા હતા.
આરોપીઓએ ગુન્હાની કબુલાત આપેલ અને ચોરી કરેલ મુદામાલ એરંડાની બોરીઓ આશરે ૫૦૦ મણ કી.રૂ.૫,૦૦,૦૦૦/-ની ચોરી કરી જુનાગઢ તથા ગોંડલ તથા રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે વેચાણ કરેલ હોવાની કબુલાત આપેલ જેથી આ કામે આરોપીઓને ઉપરોકત ગુન્હાના કામે તા.૧૫/૧૧/૨૦૧૮ના ક.૧૧:૦૦ વાગ્યે ધોરણસર અટક કરેલ છે.
આ કામગીરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એચ.જી.પલ્લાચર્યા તથા પો.સબ ઈન્સ. એમ.જે.પરમાર તથા શકિતસિંહ જાડેજા તથા નિલેશભાઈ ચાવડા તથા પો.કોન્સ. ગગુભાઈ ચારણ તથા જયેશભાઈ દાફડા તથા વિશાલભાઈ હુણ તથા હરેશભાઈ બારીયા વિગેરે રોકાયેલ હતા.