માર્કેટમાં મળતા સુધી બ્યુટી પ્રોડક્ટના ઉપયોગથી આપણે આપણા ચેહરાને ઘણા નુકસાન પહોંચડતા હોય છે આ પ્રોડક્ટમાં વધુ કેમીકલ હોવાને કારણે તેની સાઇડફેક્ટ પણ થાય છે જો તમે ત્વચાને સુંદર બનાવ ઇચ્છા હોય તો તમારા ખોરાકમાં કેટલાંક ફેરફાર કરીને નીખાર મેળવી શકો છો
૧- બદામ
બદામના સેવનથી ઇમ્પુનીટી સીસ્ટમમાં સુધારો આવે છે એટલુ જ નહિ તેના સેવનથી ખાંસી, ડાયાબીટીસ, એનીમીયા, પથરી જેવી સમસ્યામાં પણ રાહત મળે છે. બદામમાં વીટામીન ઇની માત્ર વધુ હોય છે. બદામના સેવનથી ચહેરાના નીખારમાં વધારો થાય છે.
૨- અળસી
અળસીમાં ઓમેગા અને ડૈટી એસીડ હોય છે જે ખાસ ફાયદાકારક છે જે લોકો નોનવેજ નથી ખાતા તેના માટે આ ઓપ્શન બેસ્ટ છે. અળસી ત્વચાને માંસપેશીને લચીલાપણું પ્રદાન કરવાનું કામ કરે છે.
૩- નારંગી જ્યુસ
– નારંગીના જ્યુસમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે જે ત્વચાને સંક્રમળોથી લડવાની તાકાત આપે છે તેમાં ભરપુર માત્રમાં એન્ટિઓક્સિડેન્ટસ હોય છે. નારંગી જ્યુસના નીયમીત સેવનથી ત્વચાની કલચલી અને દાગ-ધબ્બાથી બચી શકાય છે.
૪- ટમેટા
ટામેટા એટલા પૌષ્ટિક હોય છે કે માત્ર બે ટમેટા સંપુર્ણ ભોજન બરાબર છે ટમેટાથી તમારા વજનમાં વધારો નહિ થાય તેમાં લોહતત્વની માત્રા દૂધની અપેક્ષાએ બે ગણી અને ઇંડાની અપેક્ષાએ પાંચ ગણી છે.
૫- કેરી
કેરીમાં બીટા કેરોટિન હોય છે જે ખાદ્યા બાદ વિટામીનએમાં પરિવર્તીત થાય છે વિટામીનએ ત્વચાને તંદુરસ્ત રાખે છે આ ઉપરાંત બીટા કેરોટીન માટે તમે કેરી સાથે ગાજર, દુધી, જરદાળુ, શકકરીયાનું સેવન કરી શકો છો.