હીરા ઉદ્યોગમાં સરકારની કડક ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે
વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાના તથા મહિધરપુરા અને મિનીબજાર સહિતની હીરાની બજાર છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી બંધ છે. સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈને હીરા બજાર તથા હીરાના કારખાના બંધ કરી દેવામાં આવ્યાં છે.
ત્યારે હીરા ઉદ્યોગ ફરી શરૂ થાય તે માટે આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને નેતાઓ તથા હીરા ઉદ્યોગના અગ્રણીઓ અને ડાયમંડ એસોસિએશનની બેઠક યોજાઈ છે. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે,
આગામી આગામી 10મી જુલાઈથી હીરાની બજાર અને ત્યારબાદ 14મી જુલાઈથી હીરાના કારખાના શરૂ કરાવવામાં આવશે.હીરા ઉદ્યોગ કડક ગાઈડલાઈન સાથે શરૂ કરાવવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.