પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેતપુર ડિવિઝન જે એમ ભરવાડ સાહેબની સુચના મુજબ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર અંગે ની બદીને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોસ્ટેના પો.ઇન્સ શ્રી એમ વી ઝાલા સા ની સુચના મુજબ પો.સબ.ઇન્સ શ્રી જે વી વાઢિયા તથા સ્ટાફે નાઈટરાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ધોરાજી કોલેજ ચોક શ્રેયા એપાર્ટમેન્ટ પાસેથી જાહેરમાં જુગાર રમતા આરોપી
(1) ચેતનભાઇ લાલજીભાઈ દેડકિયા,
(2) વીમલેશ કેશવલાલ કોરાટ,
(3) વિપુલ ભીખાભાઈ સોજીત્રા,
(4) સુરેશ બાબુભાઈ રાખોલીયા,
(5) મિતેશ પ્રફુલભાઈ વાઘેલા,
(6) નિતીન ચુનીભાઇ ગોહેલ,
(7) ચિરાગ માવાણી રહે, ધોરાજી વાળાઓ ને જુગાર નું સાહિત્ય તથા કુલ રોકડા રૂ 51,800 તથા મોબાઈલ નંગ 9 કિ.રૂ 23,000 તથા મોટર સાયકલ નંગ 3 કિ.રૂ. 55,000 મળી કુલ મુદ્દામાલ રૂ 1,29,800ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા મુજબ ધોરણ સર કાર્યવાહી કરેલ છે
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ શ્રી જે. વી. વાઢીયા તથા પો હેડ કોન્સ વિજયભાઈ, અશોકભાઈ, હિતેશભાઈ તથા પો.કોન્સ અનિરુદ્ધસિંહ વિગેરે જોડાયા હતા.