કોર્પોરેશન દ્વારા શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના વિરોધમાં આજે બહુજન સુરક્ષા દળ અને રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને બપોરે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે.
આવેદનપત્રમાં એવી માંગણી કરાશે કે બ્રિજ બન્યા પછી ભવિષ્યમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે કોઈ અપમાનજનક ઘટના ઘટશે તો તેની સંપૂર્ણ જવાબદારી વ્યકિતગત ધોરણે મ્યુનિસિપલ કમિશનરની રહેશે. પ્રતિમાની સંપૂર્ણ સલામતીની જવાબદારી પણ લેવી પડશે.
બ્રિજના નિર્માણ પછી બ્રિજ નીચે કે ઉપર ટ્રાફિકજામ નહીં થાય તેની પણ લેખિતમાં જવાબદારી આપવી પડશે જો ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે તો કમિશનરને બ્રિજનો તમામ ખર્ચ કોર્પોરેશનમાં જમા કરાવો પડશે તેવી માંગણી કરવામાં આવી છે.